ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા જિલ્લાના તમામ પ્રમુખ/ મહામંત્રી તેમજ રાજ્ય હોદ્દેદારોને જૂની પેન્શન યોજના શરૂ કરાવવા બાબતે રચનાત્મક આંદોલન આપી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાનો નક્કી કરવામાં આવેલ છે જેના અનુસંધાને આગામી ૧૫ મી ઓગસ્ટના દિવસે રાજ્યના સૌ પ્રાથમિક શિક્ષકોએ શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરી પોતાની શાળા કે ઘરના આંગણે એક, એક વૃક્ષ વાવવામાં આવશે આ દિવસે રાજ્યના શિક્ષકો મોટી સંખ્યામાં વૃક્ષો વાવશે જેનાથી વાતાવરણ શુદ્ધ બનશે સૌને શુદ્ધ સાત્વિક વિચારોનું સર્જન થશે અને જૂની પેન્શન યોજના શરૂ કરવા સારા વિચારોનો બીજ અધિકારી, પદાધિકારીઓના મન મગજ અને મસ્તિકમાં રોપાય તેવી શુદ્ધ ભાવનાથી આપણે સૌ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા આખા રાજ્યમાં પ્રદર્શિત કરીશું આનો અમલ દરેક જીલ્લાના શિક્ષકોએ કરવાનો રહેશે એમ રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા જણાવેલ છે અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આ બાબતને આવકારે છે અને જિલ્લાની શાળા ના તમામ શિક્ષકોને અમલ કરવા અપીલ કરે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ