ગુજરાત રાજ્યમાં મોદી સરકાર જ્યારે સી.એમ. પદ પર હતા ત્યારથી સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી કરવામાં આવી હતી. પરંતુ હાલ પણ રાજ્યમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થોનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ભરૂચ જિલ્લાની જ વાત કરીએ તો ભારતિય બનાવટનો વિદેશી દારૂ અને દેશી દારૂનું બેફામ રીતે વેચાણ થઇ રહ્યું છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા રાજ્યના પોલીસને ટકોર કરવામાં આવી હતી કે, આપણે નાની માછલીઓને પકડીએ છીએ પરંતુ મોટા માથાઓ પકડવામાં કેમ આવતા નથી…?
જો નાના નાના કામચલાઉ બુટલેગરોને પકડવામાં આવે છે તો ભરૂચના એવા કેટલાય મોટા નામચીન બુટલેગરો છે તો તેમને શા કારણે પકડવામાં આવતા નથી…? નાના નાના વેપારીઓ સાથે મોટા વેપારીઓને પકડવામાં ઢીલાશ કેમ? શું પોલીસ તંત્ર પણ દારૂના વેપલાધારકો પાસે હપ્તા સિસ્ટમ ચલાવી રહ્યા છે….? તેવા કેટલાક પ્રશ્નો લોકો દ્વારા ઉદભવી રહ્યા છે.
જો આવા રીઢા અને નામચીન બુટલેગરોને પાસામાં રાખવામાં આવે તો આપોઆપ દારૂબંધી થઇ શકે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ભરૂચ અને અંકલેશ્વર અને તેના અંતરિયાળ વિસ્તારમાં નાના નાના બુટલેગરોને પકડીને પોલીસ તંત્ર વાહવાહી લઇ રહ્યું હોવાની લોકચર્ચા થઇ રહી હતી.
જો મોટા મોટા નામચીન બુટલેગરોને પકડી અને કડક કાર્યવાહી કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં દારૂને લઈને માન્યતા જ બદલાઈ શકે છે જે કામ પોલીસ વર્ગે પુરેપરી કર્તવ્યતાથી નિભાવવું જોઈએ.
સાથે વિદેશી દારૂ પર નિષેધ રાખવામાં આવે છે પરંતુ નાના નાના અડ્ડાઓ ચલાવી અને દેશી દારૂનું સસ્તું વેચાણ કરવામાં આવે છે તેનું શું….?