હાલ તો દેશભરમાં કોરોના વાયરસને પગલે છેલ્લા ત્રણ લોક ડાઉન દરમિયાન તમામ કામ ધંધો બંધ થઈ જતા લોકોની આર્થિક પરિસ્થિતિ બગડી છે. ત્યારે હાલ લોક ડાઉનમાં તમામ સ્પા અને બ્યુટી પાર્લર બંધ કરી દેવામાં આવ્યા હતા જેને લઈને લગભગ ગુજરાતમાં છ થી સાત લાખ લોકોની રોજગારી છીનવાઈ હતી તેઓને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ત્યારે તેઓ દ્વારા બેંકોમાંથી લોન લઈને બ્યુટી પાર્લર શરૂ કરવામાં આવ્યા હતા જેને લઇને ૪૫ દિવસથી બ્યુટી પાર્લર બંધ છે અને સાથે લાઈટ બિલ લોન વગેરેનાં હપ્તા બાકી છે ત્યારે ગુજરાત બ્યુટી પાર્લર એસોસિએશન દ્વારા આજરોજ દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીન આવેદનપત્ર મોકલીને તેમણે માંગણી કરી છે કે તેમના લોનના હપ્તા માફ કરવામાં આવે અથવા તો તેમાં સમય આપવામાં આવે સાથે સાથે નવો ધંધો શરૂ કરવા બેન્કમાંથી લોનની વ્યવસ્થા કરી આપવામાં આવે એટલું જ નહીં પણ તેઓને આર્થિક પેકેજ આપવામાં આવે એવી માંગણી ગુજરાત બ્યુટી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત બ્યુટી પાર્લર એસોસિએશન દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી દેશનાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
Advertisement