Proud of Gujarat
FeaturedINDIASport

યુઝવેન્દ્ર ચહલ અને કે ગૌથમ કોરોના પોઝીટીવ આવતા ભારતીય ટીમ માટે ઝટકો

Share

યુઝવેન્દ્ર ચહલ અને કે ગૌથમ કોરોના પોઝીટીવ આવતા ભારતીય ટીમ માટે ઝટકો . લેગ સ્પીનર ચહલ અને સ્પીનર ગૌથમ બંનેનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જણાવવું રહ્યું કે 8 ખેલાડીની ટીમમાં બેને સામેલ હતા. અગાઉ કૃણાલ પંડ્યા પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યો છે.

ચહલ અને ગૌતમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવવા બાદ એ પણ જાણકારી સામે આવી છે કે બંને હાલમાં શ્રીલંકા રોકાશે. જ્યાં સુધીઓ તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ નહી જણાય ત્યા સુધી તેઓ શ્રીલંકા રોકાશે. જ્યારે બાકીના 6 ખેલાડીઓ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, દિપક ચાહર, મનિષ પાંડે અને ઇશાન કિશન સામેલ છે. આ તમામ ખેલાડીઓ આજે ભારત પરત ફરવા માટે રવાના થશે.
મીડિયા રિપોર્ટનુસાર યુઝવેન્દ્ર ચહલ અને ગૌતમનો કોરોના ટેસ્ટ ગુરુવારે નેગેટિવ જણાયો હતો. જોકે શુક્રવારે થયેલા ટેસ્ટમાં આ બંને ના રિપોર્ટ પોઝિટિવ જણાયા હતા.

Advertisement

કૃણાલ પંડ્યાનો કોરોના ટેસ્ટ 27 જૂલાઇએ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક અસર થી આઇસોલેશનમાં મોકલી આપવામાં આવ્યો હતો. એટલુ જ નહી તેની સાથે સંપર્કમાં આવનારા 8 ખેલાડીઓને પણ તુરત જ આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા. આ તમામ ખેલાડીઓને અન્ય ખેલાડીઓથી અલગ કરી દેવામાં આવ્યા હતા. શ્રીલંકા સરકારની ગાઇડલાઇન્સ મુજબ કોરોના પોઝિટિવ જણાઇ આવનારાઓ માટે 10 દિવસ ક્વોરન્ટાઇન ફરજીયાત છે. ત્યાર બાદ તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. જે રિપોર્ટ નેગેટિવ આવવા પર તેમને દેશ છોડવા પર પરવાનગી મળે છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારાઓને 7 દિવસ માટે આઇસોલેટ થવુ જરુરી છે.

આ તરફ ટીમ ઇન્ડીયાના બાકીના ખેલાડી ભારત પરત ફર્યા છે. પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ પણ શ્રીલંકામાં 8 ખેલાડીઓની સાથે આઇસોલેટ હતા. હવે આ દિવસોમાં ખેલાડીઓ ઇંગ્લેન્ડ માટે રવાના થશે. શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડીયા વન ડે સિરીઝ 2-1 થી જીતવામાં સફળ રહી હતી. જ્યારે T20 સિરીઝમાં કોરોનાથી પ્રભાવિત ભારતીય ટીમનુ પ્રદર્શન નબળુ રહ્યુ હતુ. જેને લઇ સિરીઝ 2-1 થી ગુમાવી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.


Share

Related posts

હાર્દિક પંડ્યા ની સામે મહિલાઓની ભેદક વિરોધની બોલીંગ

ProudOfGujarat

ભરૂચ આહીર સમાજ દ્વારા રંગુન જનરલ હોસ્પિટલમાં કોવિડ-19 ની સારવાર હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.

ProudOfGujarat

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ, સંસ્થાએ નિયમો પણ બનાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!