Proud of Gujarat
FeaturedGujaratINDIA

વહુ સામે સાસુએ કરી વિચિત્ર અરજી: હાઈકોર્ટે અરજી ફગાવી સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો

Share

સાસુ વહુના ઝઘડાનો વિચિત્ર કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે, પરંતુ હાઇકોર્ટે અરજદાર સાસુની આકરી ઝાટકણી કાઢી 10 હજારનો દંડ કર્યો છે. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હોવા છતાંય પુત્રવધુએ પોતાને સરકારી નોકરી માટે કુંવારી બતાવતા સાસુ દ્વારા અરજી કરાઈ હતી, જોકે કોર્ટે આકરું વલણ દાખવતા કહ્યું કે આ પ્રકારની અરજી આ પહેલાં જોઈ કે સાંભળી નથી.. કોર્ટે એમ પણ કહ્યું કે આ પ્રકારની અરજી કરીને કોર્ટનો સમય બગાડવો ન જોઈએ. વકીલને પણ ટકોર કરતા કોર્ટે કહયું કે નવાઈ એ વાતની છે કે અરજદારને આવી અરજી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું. વકીલ તરફથી કહેવામાં આવ્યું કે પુત્રવધુએ 2015 માં છુટાછેડા માટે અરજી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના રેવન્યુ વિભાગમાં પુત્રવધુની કરાયેલી નિમણુંક રદ કરવા મામલે સાસુએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પુત્રવધૂએ વર્ષ-2015માં છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી, જે પડતર છે. સાસુ તરફથી કહેવાયુ હતું કે, તેની પુત્રવધૂએ નોકરી માટે ભરેલા ફોર્મમાં ખોટી વિગતો ભરી છે અને સરકારને પોતે કુંવારી હોવાનું દર્શાવ્યું છે. તેણે જીપીએસસીના નિયમોનો ભંગ કર્યો છે. આથી તેની નિમણૂંક રદ કરવામાં આવે. જોકે, કોર્ટે સાસુ તરફે વકીલનો ઉધડો લીધો હતો. જસ્ટિસ એ. એસ. સુપૈયાએ આ અરજી મામલે સાસુની ઝાટકણી કાઢી હતી. સાથે જ હાઈકોર્ટે સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને તેને વસૂલવા માટે રજિસ્ટ્રીને આદેશ કર્યો છે.

Advertisement

સુનાવણી દરમિયાન જસ્ટિસ સુપૈયાએ કહ્યું કે, તમારા અંગત વેરઝેરને કારણે તમે આ અરજી કરી છે, જેને કારણે હાઈકોર્ટનો કિંમતી સમય બગડી રહ્યો છે. આ પ્રકારની અર્થહીન અરજી કરવા બદલ કોર્ટના 10 વ્યકિતનો સ્ટાફ કામે લાગે છે. તમને સમયની કિંમત કંઈ સમજાય છે? નવાઈ એ વાતની લાગે છે કે વકીલે અરજદારને આ પ્રકારની અરજી કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું છે.


Share

Related posts

અમદાવાદનાં શાહીબાગમાં આવેલ ફ્લેટમાં આગ લાગતા 4 દાઝ્યા, 1 કિશોરીનું મોત

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આગામી શ્રાવણ માસનાં અને અન્ય તહેવારો યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નો જાણો વાસ્તવિક હકીકત.

ProudOfGujarat

નેત્રંગ : ચાસવડ ડેરીનાં કર્મચારીને માગૅ અકસ્માત થવાથી ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!