વાઘની ઘટતી વસ્તી અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 જુલાઈએ ઈન્ટરનેશનલ ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વાઘએ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. જેની વસ્તી ગેરકાયદેસર વન્યપ્રાણી વેપાર, માનવ વન્યપ્રાણી સંઘર્ષ, રહેઠાણની ખોટને કારણે પ્રભાવિત થઈ છે.વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર અનુસાર, છેલ્લા 150 વર્ષોમાં જંગલી વાઘની સંખ્યા 95% કરતા વધુ ઘટી છે. જોકે, તેમના સંરક્ષણ ઈતિહાસમાં પ્રથમ વખત WWFએ નિરીક્ષણ કર્યું છે કે તેમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
વિશ્વભરમાં ૨૯ જુલાઈનાં દિવસે વાઘ દિવસ મનાવવામાં આવે છે. વાઘ ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી અથવા પેન્થેરા ટાઈગ્રીસ વગેરે)નાં પરિવારનો એક સભ્ય છે. તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વિશ્વમાં વાઘની લગભગ ૭૦ ટકા વસતી ભારતમાં રહે છે. વાધોની ઘટતી સંખ્યા તેમજ તેના સંરક્ષણ માટેની જાગૃતતા ફેલાવાનાં હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો નિર્ણય વર્ષ ૨૦૧૦માં સેન્ટ પીટર્સ બર્ગ’ ટાઈગર સમ્મિટ ‘ માં કરવામાં આવ્યો હતો. વિશ્વમાં દિવસે દિવસે ઘટતા જતા વાઘોનું રક્ષણ કરવું આવશ્યક હતું, આ બાબતે કશું ન કરવામાં આવે તો વાઘ ધીમે ધીમે અલિપ્ત થવાને આરે હતા માટે આ સંમેલનમાં વાઘની આબાદી ધરાવતા ૧૦ દેશોએ એવું કહ્યું કે વર્ષ ૨૦૨૨ સુધી તેઓ વાઘની આબાદી બમણી કરશે.
સૌથી મોટી વાઘની પેટા જાત સાઇબેરીયન વાઘ છે. કોઇ પણ પરિસ્થિતિમાં રહેવા ટેવાયેલા આ વાઘની શ્રેણી સાઇબેરીયન તાઇગા,ખુલ્લી ઘાસ આચ્છાદિત જમીન થી લઇને ઉષ્ણકટીબંધીય વૃક્ષ વિસ્તારમાં જળબંબાકારમાં પણ રહી શકે છે. તેઓ અમુક પ્રદેશમાં રહે છે અને સામાન્ય રીતે એકલું રહેનાર પ્રાણી છે. ભારતમાં બાંધવગઢ નેશનલ પાર્ક(મધ્યપ્રદેશ), પેંચ ટાઈગર રીઝર્વ(મધ્યપ્રદેશ), રણથંભોર નેશનલ પાર્ક(રાજસ્થાન), જીમ કોર્બેટ નેશનલ પાર્ક(ઉતરાખંડ) ચાર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં જ વાઘ જોવા મળે છે.સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર ૪૦૦૦થી પણ ઓછા જંગલી વાઘ બચ્યા છે.
વાઘના ચીની વર્ષ તરીકે નક્કી કરાયેલા વર્ષ 2022માં WWFનું લક્ષ્ય છે કે જંગલી વાઘની સંખ્યાને બમણી કરીને 6000થી વધુ કરી શકાય. મળતી માહિતી મુજબ, હાલ વિશ્વભરમાં વાઘની કુલ વસ્તી 3,900 છે. જેમાંથી ભારતમાં વાઘની વસ્તી આશરે 3,000 જેટલી છે. વાઘ 30 ફૂટ લાંબી, 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે, વાઘની વસ્તી જોખમમાં મૂકાઈ તે પહેલાં વાઘ મોટાભાગના એશિયામાં ભ્રમણ કરતા હતા. હાલ વાઘની વસ્તી તેની મૂળ રેન્જના માત્ર 7 ટકા જેટલી જ છે અને તે વિશ્વના માત્ર 13 દેશોના અલગ અલગ જંગલોમાં અને ઘાસના મેદાનોમાં જોવા મળે છે. હાલની ઈકોસિસ્ટમમાં રહેલી ફૂડ ચેનમાં વાઘ અગત્યની ભૂમિકા ભજવે છે. વાઘ એ ફૂડ ચેનમાં સંતુલન જાળવીને વાતાવરણને સ્વસ્થ રાખે છે.સૌથી મહત્વની વાત તો એ છે કે, જો પૃથ્વી પર પૂરતા વાઘ નહીં હોય તો શાકાહારી પ્રાણીઓ જમીન પર વધુ પ્રમાણમાં ચરશે, જે નુકસાન પહોંચાડે છે. જેના કારણે સ્થાનિક વાતાવરણનું સંતુલન ખોરવાશે.