લોક ડાઉન દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા ભારત સરકાર વિવિધ સ્તરે પગલા લઈ રહી છે. આજ શ્રેણીમાં લેવાયેલ વધુ એક નિર્ણય અંતર્ગત પી.એમ. ગરીબ કલ્યાણ યોજના હેઠળ આગામી ત્રણ મહિના સુધી પ્રધાનમંત્રી જન ધન યોજના (મહિલા) બચત ખાતામાં રૂા.૫૦૦/- જમા થવાના છે. આ જમા થયેલ રકમ ઉપાડવા વધુ પડતા લોકો એક સાથે ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે માટે સરકાર દ્વારા રકમ ઉપાડવા માટે જુદા-જુદા તબક્કાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ અંગે જાણકારી આપતા પંચમહાલ જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી કિરણ ચૌહાણે જણાવ્યું કે ભારત સરકારે પ્રધાનમંત્રી જનધન યોજનાની ખાતા ધારક પ્રત્યેક મહિલાના ખાતામાં સહાયના રૂપમાં રૂ.500/-ની રકમ એક્સગ્રેશિયા ગ્રાન્ટ તરીકે આગામી ત્રણ મહિના સુધી જમા કરાવવાનો નિર્ણય લીધો છે. તેના સમય પત્રક અનુસાર આ ખાતાઓમાં નિર્ધારિત તારીખે રકમ જમા થશે અને નિર્ધારિત તારીખે જે-તે ખાતા ધારક તેનો ઉપાડ કરી શકશે. રાજય સરકાર દ્વારા સહાય રૂપિયા 500/- ઉપર જણાવેલ તારીખના એક દિવસ પહેલાં ખાતામાં જમા કરવામાં આવશે. બેંકના ખાતામાંથી રકમ ઉપાડવા માટે જે તે મહિલા ખાતાધારકે પોતાનો ખાતા નંબર જોઇ લેવાનો રહેશે અને પોતાના ખાતા નંબરનો છેલ્લો આંકડો જોઇ નિયત કરેલ તારીખોએ જ રકમ ઉપાડવા જવાનું રહેશે. તા. ૯/૦૪/૨૦૨૦ પછી કોઈ પણ તારીખે બેંકમાંથી કામના કલાકો દરમિયાન પૈસા ઉપાડી શકાશે. આ તારીખો માત્રને માત્ર બેંકમાં બિનજરૂરી ભીડ ન થાય અને કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તેને ધ્યાને રાખીને કરવામાં આવેલ છે તો સર્વે બેન્કના ગ્રાહકોને સહયોગ આપવા જણાવ્યું હતું.
* જે એકાઉન્ટસનો અંતિમ અંક :
▪ 0 કે 1 છે, તેમના માટે તારીખ 03/04/2020
▪ 2 કે 3 માટે તા. 04/04/2020
▪ 4 કે 5 માટે તા. 07/04/2020 4 અને 5 માટે
▪ 6 કે 7 માટે તા. 08/04/2020
▪ 8 કે 9 માટે તા. 09/04/2020 સુનિશ્ચિત કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી