ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કાર્યવાહક સમિતિની સંકલન સભા રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષતામાં ચાણક્ય ભવન શૈક્ષણિક સંશોધન કેન્દ્ર ગાંધીનગર મુકામે રાખવામાં આવી હતી. આ મીટીંગ કોરોનાની ગાઇડલાઇન મુજબ રાખેલ હતી સોશિયલ ડિસ્ટન્સ, તેમજ માસ્ક પહેરીને યોજાઈ હતી.
આ સંકલન સભામાં રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, ગોકુળભાઈ પટેલ અન્ય હોદ્દેદારો દરેક જિલ્લા સંઘના પ્રમુખ મંત્રી રાજ્ય સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં નીચે મુજબની ચર્ચા કરવામાં આવી હતી. શોક દર્શક ઠરાવ બાબત, શિક્ષક જ્યોતની સભ્ય સંખ્યા વધારવા બાબત, શાળાઓ બંધ હોય બાળકોના ઓનલાઇન શિક્ષણ બાબતે જિલ્લાવાર અભિપ્રાય સુજાવ બાબત, રાજ્ય તથા જિલ્લા અને તાલુકા કક્ષા સુધી શિક્ષકોને શૈક્ષણિક તેમજ સંગઠનની વિવિધ પ્રવૃત્તિઓ બાબતે માહિતગાર કરવા મીડિયા સેલની રચના કરવા બાબત, ઉચ્ચતર પગાર ધોરણ, સળંગ સિનિયોરીટી માટે માટે ઓનલાઈન સોફ્ટવેર પગાર બાંધણી કરવા બાબતે ચર્ચા, જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરાવવા બાબતે આગામી આયોજનની ચર્ચા કરવા બાબત તદુપરાંત પ્રમુખસ્થાનેથી પણ અન્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ