Proud of Gujarat
INDIAFeaturedGujarat

દૈનિક ભાસ્કર ગ્રુપ પર IT ના દરોડા, 2 ડઝન ઠેકાણાઓ પર 800 થી વધુ અધિકારીઓ પહોંચ્યા.

Share

મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના દરોડામાં 800 થી વધુ આવકવેરા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ છે. દૈનિક ભાસ્કરના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનના કાર્યાલયોમાં આવકવેરા વિભાગની ટીમો હાજર છે.

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના કેટલાક સ્થળો પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 30 થી વધુ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આજે દૈનિક ભાસ્કરના જયપુર મુખ્યાલય પર પહોંચ્યા. રાજસ્થાનમાં આવકવેરા વિભાગનું આ કનેક્ટિંગ સર્ચ છે.

Advertisement

આવકવેરા વિભાગને અંદેશો છે કે દૈનિક ભાસ્કર સમૂહે પોતાની સહયોગી કંપનીઓ દ્વારા ટેક્સ ચોરી કરી છે. નોંધનીય છે કે પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા ઉપરાંત દૈનિક ભાસ્કર સમૂહ અન્ય અનેક વ્યવસાયોમાં પણ સક્રિય છે. વિભાગ કંપનીઓની નાણાકીય લેવડદેવડ સંબંધિત દસ્તાવેજોને જપ્ત કરી કાર્યવાહી કરી રહ્યું છે.

આ બાજુ દૈનિક ભાસ્કર સમૂહ પર થયેલી આ કાર્યવાહીથી દેશભરમાં પ્રતિક્રિયાનો દોર શરૂ થઈ ગયો છે. વિભાગની ટીમ ડીબી સમૂહની પૂછપરછ કરીને ટેક્સ લાયબિલિટીનો ખુલાસો કરી શકે છે. આવકવેરા વિભાગ સાથે અન્ય સહયોગી એજન્સીઓ પણ ઈનપુટના આધારે એક્શન લઈ શકે છે.


Share

Related posts

થોડા દિવસ પૂર્વે કહ્યું કે તારીખ ૨૦ જાન્યુઆરીથી બેંક માં ચાર્જ લાગશે હવે સરકાર કહે છે કે કોઈ પણ ચાર્જ નહિ લાગે. હકીકત શું ???

ProudOfGujarat

નડીયાદ : કલેકટરની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ડભોઇના પ્રયાગ પૂરા ગામે આજે સ્મશાન તેમજ આર.સી.સી.રોડનું ખાત મુહુર્ત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!