Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાત યુનિવર્સિટીના છબરડાને કારણે 500 વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં, ફી ભરી હોવા છતા ન મળી હોલ ટીકીટ.

Share

ગુજરાત યુનિવર્સીટીની પરીક્ષાને લઈને તેમજ બેઠક વ્યવસ્થાને લઈને અવાર નવાર છબરડાઓ બહાર આવતા હોય છે. ત્યારે વધુંમાં ફરી ગુજરાત યુનિવર્સીટીનો છબરડો સામે આવ્યો છે. જેમાં 500 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટીકીટ આપવામાં નથી આવી. જેના કારણે તે વિદ્યાર્થીઓ હાલમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. યુનિવર્સીટી દ્વારા બી.કોમ- સેમ 6 ઓફલાઈન પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે મોટા ભાગના વિદ્યાર્થીઓએ સમયસર ફોર્મ ભરી કાઢ્યા હતા. જોકે જે વિદ્યાર્થીઓએ લેટ ફોર્મ ભર્યું હતું. તે વિદ્યાર્થીઓએ 2000 રૂપિયા ભરીને ફોર્મ ભર્યા હતા. તેમ છતા જ્યારે વિદ્યાર્થીઓને હોલ ટીકીટ આપવામાં આવી ત્યારે તે વિદ્યાર્થીઓના નામ ન હતા. જે પણ વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટીકીટ નથી ભરી તેઓ હાલ ચિંતામાં મુકાઈ ગયા છે.

Advertisement

મોટા ભાગના વિદ્યાર્થીઓ આ મામલે યુનિવર્સિટી પહોચ્યા હતા. પરંતુ ત્યા પણ તેમને નિરાશ થવાનોજ વારો આવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે લેટ ફી તેમજ પરીક્ષા ફી ભરેલી હોવા છતા તેમને હોલ ટીકીટ નથી મળી. જ્યારે યુનિવર્સિટીમાં તેઓ અધિકારીને મળવા આવ્યા, ત્યારે કોઈ પણ અધિકારી ત્યા હાજર ન હતો. તે સિવાય પરીક્ષા નિયામકને તેઓ મળવા પહોચ્યા તો તે પણ ઓફિસમાં ન હતા.

ઉપરાંત વિદ્યાર્થીઓનું કહેવું છે, કે સ્ટાફ દ્વારા પણ તેમને પૂરતી માહિતી આપવામાં નથી આવી રહી. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓનું લિસ્ટમાં ન હતું, જેથી તેઓ યુનિવર્સિટી તો પહોચ્યા. પરંતુ ત્યા પણ તેઓ કોઈને મળી નથી શક્યા. જો લિસ્ટમાં નામ ન આવ્યું તો 500 કરતા વધારે વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે. જેના કારણે તે બધા જ વિદ્યાર્થીઓ હાલ ચિંતામાં મુકાઈ ગયા છે.


Share

Related posts

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા મિલે સુર મેરા તુમ્હારા સંગીત સંધ્યા નું ભવ્ય આયોજન.

ProudOfGujarat

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

ProudOfGujarat

ભરૂચમાં પાંચ વર્ષીય બાળકી ઉમ્મી હબીબા એ રોઝો રાખી ખુદાની બંદગીનો સંદેશ આપી,દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!