Proud of Gujarat
INDIAFeaturedGujarat

GUJCET ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર.

Share

ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાનો સમય 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ ની પરીક્ષા લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12 ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

મગણાદ ગામ પાસે રેનોલ્ડ ક્વિડ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ…

ProudOfGujarat

વડોદરા-સ્કૂલના શિક્ષકે પોતાના ટયુશન કલાસમાં વિધાર્થીની પર દુષ્કર્મ આચર્યા ના આરોપ થી ખળભળાટ

ProudOfGujarat

ભરૂચ : ને.હા. 48 પર પાલેજનાં વરેડીયા નજીક અકસ્માતમાં બે વ્યક્તિઓનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!