રાજ્ય કોરોનાં વાઇરસનાં ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે રાજયનાં DGP શિવાનંદ ઝા એ પોલીસને આદેશો આપ્યા છે. એમણે લોકડાઉનનો અમલ ન કરનારા સામે વધુ કડક કાર્યવાહી કરવાનું જણાવી કહ્યું કે લોકડાઉન બાદ ૨૨૭ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે 18,000 લોકોને માર્ગ ઉપર અટકાવવામાં આવ્યા છે,લોકોની મદદ માટે ૧૦૭૦ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, એમણે કહયું કે ગ્રામ્ય કક્ષાએ લોકડાઉનનો અમલ કરાવવા માટે સરપંચો આગળ આવે અને આ જવાબદારીઓ સ્વીકારે એ જરૂરી છે, રાજયનાં મહાનગરોમાં ડ્રોનની મદદથી નજર રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, એમણે પ્રજાજનોને આ કામગીરીમાં પોલીસ અને વહીવટી તંત્રને સહકાર આપવા પણ હાકલ કરી છે.
Advertisement