Proud of Gujarat
GujaratFeaturedINDIA

શક્તિપીઠ અંબાજી મંદિરમાં જનારા ભક્તો ધ્યાન રાખે, અષાઢી બીજથી આરતી અને દર્શનનો સમય બદલાયો.

Share

સોમવારને 12 જુલાઈ એટલે કે અષાઢી બીજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થશે. ઋતુ બદલતા હવે મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારથી અંબાજી ખાતે સવારે 7.30 થી 8 વાગ્યે આરતી થશે. તો ભક્તો સવારે 8થી સાડા અગિયાર સુધી દર્શન કરી શકશે. બપોરે 12 થી સાડા બાર વાગ્યે રાજભોગ થશે.

ત્યારબાદ સાડા બારથી સાંજે સાડા ચાર સુધી દર્શન થઈ શકશે. સાડા ચારથી સાંજના 7 વાગ્યા સુધી મંદિર મંગળ થશે. સાંજે 7 થી સાડા સાત વાગ્યે આરતી થશે. ત્યારબાદ ભક્તો રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકશે. નોંધનીય છે કે, 12 જૂનથી ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. દોઢ મહિના બાદ મંદિર ભક્તો માટે ખુલ્યું હતું.

Advertisement

શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે સાડા સાતથી 10.45 વાગ્યા સુધી, બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના સાતથી નવ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

• આરતી સવારે – ૭:૩૦ થી ૮:૦૦
• દર્શન સવારે – ૮:૦૦ થી ૧૧:૩૦
• મંદિર મંગળ – ૧૧:૩૦ થી ૧૨:૦૦
• રાજભોગ બપોરે – ૧૨:૦૦ થી ૧૨:૩૦
• દર્શન બપોરે – ૧૨:૩૦ થી ૧૬:૩૦
• મંદિર મંગળ – ૧૬:૩૦ થી ૧૯:૦૦
• આરતી સાંજે – ૧૯:૦૦ થી ૧૯:૩૦
• દર્શન સાંજે – ૧૯:૩૦ થી ૨૧:૦૦

અંબાજીમાં દર્શન માટે આવનારા તમામ યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની માર્ગદર્શિકાનું પાલન પ્રત્યેક શ્રદ્ધાળુઓએ કરવાનું રહેશે. ચાચરચોકમાં અથવા ગર્ભગૃહની સામે દર્શનાર્થીઓ ઊભા રહી નહિ શકે. દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.

શક્તિદ્વારથી તાપમાન ચકાસણી કરાવી, સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ મેળવવાનો રહેશે. ટ્રસ્ટ તરફથી સોશલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહી શ્રદ્ધાળુઓએ મંદિરમાં કોઈ જગ્યાએ અડવાનું નથી. સાથે જ દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ ઘટતા 11 જૂનથી કોરોનાના નિયમોને આધિન વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. 11 જૂનથી જ ધાર્મિક સ્થળો, બાગ બગીચા, જીમ અને રેસ્ટોરંટ નિયમોને આધિન ખોલવાની સરકારે મંજૂરી આપી દીધી હતી. જેમાં ધાર્મિક સ્થળો પર પણ કોરોનાની ગાઈડલાઈન અનુસાર શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે.


Share

Related posts

ઓલપાડ તાલુકામાં માનસિક ક્ષતિ ધરાવતાં દિવ્યાંગ બાળકો માટે ઓનલાઇન આરતી શણગાર સ્પર્ધાનું સફળ આયોજન.

ProudOfGujarat

ભરૂચ એલ સી બી પોલીસે આઇસર ટેમ્પામાંથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ઝડપી પાડી રૂપિયા ૨,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો…

ProudOfGujarat

વરુણ ભગતનો હોટ મોનોક્રોમ લુક જોઈને મહિલા ચાહકોને પરસેવો છૂટી ગયો – જુઓ કેટલીક તરસની કોમેન્ટ્સ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!