Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોંઘવારીનો માર/ ખિસ્સા પર વધુ એક પ્રહાર : પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG નાં ભાવમાં વધારો…!

Share

સામાન્ય માણસને વધતી મોંઘવારીથી કોઈ રાહત થતો હોય તેવુ દેખાઇ રહ્યુ નથી. પેટ્રોલ અને ડીઝલનાં ભાવ બાદ હવે સીએનજીનાં ભાવમાં પણ વધારો થયો છે. સીએનજીનાં છૂટક ભાવ 8 કિલો દીઠ રૂ.43.40 થી વધીને 44.30 રૂપિયા કરવામા થઇ ગયો છે, જેની અસર 8 જુલાઈથી એટલે કે આજથી થશે. એક તરફ કોરોના વાયરસનો ખતરો ટળ્યો નથી અને બીજી તરફ મોંઘવારીએ લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે.

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે હવે સીએનજીનાં ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં સીએનજીનાં ભાવ આજથી વધારી દેવામાં આવ્યા છે. અગાઉ દિલ્હીમાં સીએનજી 43.40 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે મળી રહ્યુ હતુ, જે હવે વધીને 44.30 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયુ છે. વળી, પીએનજીનો ભાવ 29.66 રૂપિયા પ્રતિ એસસીએમ પહોંચી ગયો છે.

Advertisement

નોઈડામાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 49.09 રૂપિયા છે, ગ્રેટર નોઈડામાં અને ગાઝિયાબાદમાં સીએનજીનો ભાવ આજથી 49.98 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. આપને જણાવી દઈએ કે, વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 78 ડોલર પર પહોંચી ગયું છે. ઉર્જા વિશેષ બ્રેન્ટ ક્રૂડની કિંમત ટૂંક સમયમાં 80 થી 85 સુધી પહોંચવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજીનાં ભાવથી સામાન્ય નાગરિકોને રાહતની આશા દેખાઇ રહી નથી.


Share

Related posts

વિશ્વ શાંતિના કલ્યાણ અર્થે ૩૪ વષૅથી અખંડિત રામધુન ચલાવતા સંત દલસુખ મહારાજનું નિધન થતાં ભારે શોક વ્યાપી જવા પામ્યો હતો.

ProudOfGujarat

નર્મદા પુનઃ એકવાર બે કાંઠે : કાંઠા વિસ્તારના ગામોને એલટૅ

ProudOfGujarat

રાજપીપળામાં જન્માષ્ટમી નિમિત્તે સાદાઈથી સોશીયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ ભગવાનનાં દર્શન કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!