Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક સપ્તાહમાં વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો ભય : સરોવર ડેમની જળસપાટી 113.12 મીટર.

Share

રાજ્યના 206 જળાશયોમાં 39 ટકા જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બંન્ને જળાશયો અમરેલી જિલ્લાના છે. 65 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી છે. જ્યારે 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું છે. સરદાર સરોવરમાં 43 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે.

હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 113.12 મીટર છે. પાંચ જુન 2020 એ સરદાર સરોવર ડેમની જળસપાટી 122.36 મીટર હતી. રાજ્યના છ જળાશયોમાં જ 80 ટકાથી વધારે પાણી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકાથી વધારે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 ટકા પાણી છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં 31 ટકા જળસંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠામાં સાત ટકા, ખેડામાં ચાર ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2.54 ટકા જળસંગ્રહ છે. ગત વર્ષે ત્રણ જુલાઈ સુધી 45.67 ટકા જળસંગ્રહ હતો. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે.

છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે 50 ઈંચ વરસાદ 1994 માં જ્યારે સૌથી ઓછો 18 ઈંચ વરસાદ વર્ષ 2000 માં થયો હતો. 2020 માં કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઓગસ્ટ મહિનામાં જ વરસ્યો હતો. તો 2005, 2006 અને 2007 એમ સતત ત્રણ વર્ષ સતત 40 ઈંચથી વધારે વરસાદ થયો હતો.

રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર. સારા વરસાદ માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે. કારણ કે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની ખાસ સંભાવના નથી. હવમાન વિભાગે આગાહી કરી છે કે, 5, 6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી.


Share

Related posts

જંબુસરની નવયુગ વિદ્યાલયમાં 224 મો નેત્રયજ્ઞ યોજાયો.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ ગામનો છેલ્લા દશ વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ નહીં કરાતા મોહનભાઈ કટારિયાએ મુખ્યસચિવને લેખિત ફરિયાદ કરી.

ProudOfGujarat

અંકલેશ્વર- ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી પરત ઘરે આવતાં અને અંકલેશ્વર નું નામ રોશન કરતા વીર જવાન નું સ્વાગત કરવામાં આવ્યું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!