ગાંધીના ગુજરાતમા દારૂનો ધૂમ વેપલો ચાલી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી નામની જ છે કારણ કે ગુજરાતમા દારૂ પીવાય છે, વેચાય છે અને પોલીસ દ્વારા પકડાય પણ છે.! આ પુરાવો બતાવે છે કે દારૂની ગુજરાતમા મોટેપાયે થતી રહી છે. ખાસ કરીને નર્મદા જિલ્લામા મહારાષ્ટ્રને અડીને આવેલ સાગબારા તાલુકાના ધનશેરા ચેક પોસ્ટ પાસેથી ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર આવેલી છે. અહીંથી મોટાભાગે પોલીસને ચકમો આપીને દારૂની હેરાફેરી થતી રહે છે ક્યારેક પકડાય છે તો ક્યારેક હાથથી છટકી જાય છે. હમણાં આવો પકડાયેલ દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો છે.
જેમાં દેડીયાપાડા વિસ્તારમાં ગેરકાયદેસર રીતેપકડાયેલ દારૂ વેચાણ અને હેરા-ફેરીના કુલ ૩૭ ગુનાઓના કુલ કિંમત રૂપીયા ૨૭,૯૪,૯૧૫/-ના ઇંગ્લીશ દારૂનાં મુદામાલનો દેડીયાપાડા પોલીસે નાશ કરી અધિકારીઓની હાજરીમા દારૂની બોટલો પર બુલડોઝર ફેરવ્યું છે.
દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સારૂ દેડીયાપાડા પોલીસ દ્વારા અવારનવાર કેસો શોધવાની કામગીરી કરવામા આવેલ છે અને સને ૨૦૨૦- ૨૧ ના વર્ષમાં નોંધાયેલ ઇંગ્લીશ દારૂના કુલ ૩૭ ગુનાઓનો કુલ મુદ્દામાલ જેમાં વિદેશી બોટલ નંગ- ૧૯૯૬૦ કિમત રૂપીયા ૨૩,૯૪,૬૨૫/-, બીયર નંગં – ૧૪૩૨ કિમત રૂપીયા ૧,૪૩,૨૦૦/- હોલ નંગ- ૪૦૫ કિમત
રૂપીયા ૧,૯૩,૦૯૦/- મળી કુલ જથ્થો કિમત રૂપીયા ૨૭,૩૦,૯૧૫/- નો મુદ્દામાલ ડી.એસ.બારીઆ સાહેબ સબ ડીવીઝનલ મેજેસ્ટ્રેટ દેડીયાપાડા,
રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક તથા પી.પી.ચૌધરી સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર દેડીયાપાડા, નશાબંધી અને આબકારી ખાતાના અધિકારી તથા એચ.વી. તડવી પોલીસ સબ ઇન્સપેક્ટર દેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓની હાજરીમા દેડીયાપાડા નજીક આવેલ રાદાગામની સીમમા નાશ કરવામા આવેલ છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા