જામનગર ખાતે આવેલ જી. જી. હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા વાલ્મીકી સમાજની મહિલા ઉપર થયેલ જીવલેણ હુમલાના વિરોધમાં આજે ગોધરા વાલ્મીકી સમાજ ના સામાજીક કાર્યકર દ્વારા ગોધરા કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલ ને આવેદનપત્ર પાઠવી માગણી કરવામાં આવી કે વાલ્મીકી સમાજની સફાઈ કર્મચારી મહિલાઓ ઉપર હુમલો કરનાર સિક્યુરિટી ગાર્ડ સહિત પોલીસ કર્મચારી પર સખ્ત માં સખ્ત કાર્યવાહી કરી ફરજ ઉપરથી ડિસમિસ કરી યોગ્ય પગલા લેવામાં આવે તે માટે વાલ્મીકી સમાજ ની ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરવામાં આવી છે
તારીખ 26/05/21 ના રોજ જામનગર ખાતે આવેલ જી. જી. હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા વાલ્મીકી સમાજની મહિલા 1. કાજલબેન 2. સવિતાબેન નામની મહિલાઓ ઉપર ફરજ પરના સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેના સંદર્ભ માં વાલ્મીકી સમાજ ના સામાજિક કાર્યકર જગદીશભાઈ ચૌહાણ અને મનિષભાઈ ચૌહાણ દ્વારા ગોધરા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે જામનગર ખાતે આવેલ જી. જી. હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં સફાઈ કર્મચારી મહિલાઓ ઉપર ફરજ પરના સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારી દ્વારા મહિલા પર અત્યાચાર કરી તદ્ઉપરાંત અતિપછાત વાલ્મીકી સમાજ ના સફાઈ કર્મચારી મહિલાઓ ઉપર જીવલેણ હુમલો થતાં જવાબદારો સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેમજ આઇપીસી કલમ હેઠળ ફરજ પરના સિક્યોરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારી ને તાત્કાલિક ડિસમિસ કરી કાર્યવાહી કરવામાં આવે તે માટે વાલ્મીકી સમાજ ના સામાજીક કાર્યકર જગદીશભાઈ ચૌહાણ અને મનિષભાઈ ચૌહાણ દ્વારા ગોધરા કલેકટર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલ ને આવેદનપત્ર પાઠવી માગણી કરવામાં આવી છે.
પંચમહાલ રાજુ સોલંકી
જામનગરમા થયેલા સફાઈ કર્મચારી પરના હુમલા બાબતે ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરાયુ
Advertisement