પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં આવેલ શહેરા તાલુકા તેમજ ગોધરા તાલુકામાં થઈ વહેતી કુણનદીમાં આજ રોજ ફીણના ગોટે ગોટા જોવા મળતા ભારે તર્ક વિતર્કો સાથે રહસ્યમય અકબંધ જોવા મળ્યું હતું આ કુણનદી કેવડીયા થઈ શહેરા તાલુકાના ડુમેલાવ ગામ વચ્ચે ના વિસ્તાર માથી ટીમ્બા ગામ પાસે આવેલ મહી નદીમા જાય છે સત્તાવાર માહિતી મુજબ આ નદીમાં ફીણના ગોટે ગોટા કયા કારણોસર જોવા મળ્યા છે તેનું રહસ્ય અકબંધ રહ્યું છે પરંતુ એક વાત સ્પષ્ટ કહી શકાય કે આ નદીમાં જોવા મળેલ ફીણના ગોટે ગોટા ક્યાંક પાણીના ક્ષારને લીધે અથવા કોઈક કેમિકલ યુક્ત પાણીના પ્રવાહ ના કારણે આવું બની શકે છે? જો આ ફીણ યુકત પાણી પુરવઠા ખેતી માટે કાંતો કોઈ પશુધન પીવે તો તેની અસર ગંભીર જોવા મળે છે જેથી આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા ગોધરા પાસે આવેલ ખાડીયા ગામમાંથી પસાર થતી કુણનદી ના વિસ્તારની મુલાકાત લઈ યોગ્ય પગલાં ભરવા માટે લોકમાંગ ઉઠવા પામી છે