પંચમહાલ, રાજુ સોલંકી
ગોધરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી બંધ બારણે નશીલી દવાઓનું બેરોકટોક વેચાણ થતું હતું જેના કારણે કેટલાય યુવાનો નશાની લતે ચડી ગયા હતા અને બેરોકટોક વગર નશીલી દવાઓનું સેવન કરતા હતા ગોધરાના ગોહ્યા મોહલ્લા બેઠક મંદિર વિસ્તાર પાછળ આવેલ રહેણાંક મકાન મા કેટલાય નશાના સોદાગર પોલીસ તંત્ર ની આંખમાં ધૂળ નાખી ખુલ્લેઆમ નશીલી દવાઓનું વેચાણ કરી રહ્યા ની બાતમી એસઓજી પીઆઈ ને મળી હતી જેથી એસઓજી પોલીસે તપાસ કરતાં ગોહ્યા મોહલ્લા બેઠક મંદિર વિસ્તાર માંથી નશીલી દવાઓનું વેચાણ કરતા એક શખ્સ ની અટકાયત કરીને એનડીપીએસ
એકટ મુજબ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી હતી.
બનાવ સંદર્ભે મળતી માહિતી અનુસાર ગોધરા નગરમાં કેટલીક કેફી દ્રવ્યો ઓષધ અને નશીલી દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે અને ખુલ્લેઆમ નશીલી દવાઓનું હેરાફેરી કરી રહ્યા છે અને આવી નશીલી દવાઓનું ઉત્પાદન ઉપર અટકાયત માટે પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જ આઇજી મનોજકુમાર શશીધર અને જિલ્લાના પોલીસ વડા ડૉ લીનાબેન પાટીલ એ ગોધરા એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર કે પી જાડેજા ને સુચના આપવામાં આવી હતી જેથી પોલીસ ઈન્સ્પેક્ટર કે પી જાડેજા એ ખાનગી રાહે બાતમી આધારે એસઓજી પીએસઆઇ આર આર ગોહિલ ગોધરાના ગોહ્યા મોહલ્લા બેઠક મંદિર વિસ્તાર પાછળ આવેલ રહેણાંક મકાન માંથી Chlorpheniramine maleate&codeine phosphate syrup cold power ની બોટલ નંગ ૧૨૪૦ જેની કિમંત ૧૫૧૩૮૯ સાથે મોબાઇલ ફોન નંગ ચાર જેની કિંમત ૯૦૦૦ મળી કુલ ૧૬૦૪૦૯ સાથે ઐયુબ યુસુફ બોકડા ની અટકાયત કરી હતી અને codeine દવાને FSL ના અધિકારીને બોલાવી પરીક્ષણ કર્યું હતું જેમાં નાકોટ્રી કસ પદાર્થ શ્રેણી નો સમાવેશ થાય છે જેના કારણે ગોધરાના ગોહ્યા મોહલ્લા બેઠક મંદિર પાસે રહેતા ઐયુબ યુસુફ બોકડા અટકાયત કરી એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.