રાજુ સોલંકી ગોધરા
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને ગરમીનુ સામ્રાજ્ય હતું અને શહેરવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા હતા ત્યારે અચાનક બપોરબાદ ગોધરાનગર માં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી શ્રીકાર વર્ષા થતા શહેરમાં ઠડક નું વાતાવરણ છવાઈ ગયું હતું અને શહેરવાસી ઓને અસહય ઉકળાટ અને ગરમી થી રાહત મળી હતી શહેર માં વરસાદ નું આગમન થયા બાદ ખુશીની લાગણી જોવા મળી હતી બપોરબાદ વરસાદ શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં યુવાઓ અને બાળકો એ વરસાદ માં છબછબિયા કરવાનો લ્હાવો લીધો હતો વરસાદ ને કારણે ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ લાલબાગ બસસ્ટેન્ડ ભૂરાવાવ વિસ્તાર શહેરા ભાગોળ સિંધુરીમાતા મંદિર આધ્યમહેશ્વરી સોસાયટી તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો કેટલાક વિસ્તારોમાં ગટર લાઇન બ્લૉક થઈ જતાં ગંદકી નું પાણી પણ રોડ ઉપર રેલાવા લાગ્યું હતું તેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.બસ સ્ટેશનપાસે પાણી ભરાયા હતા. આમ પંચમહાલ પંથકમાં મેઘરાજા નું આગમન થયા બાદ વાતાવરણ માં પણ ઠડક પ્રસરી જવા પામી છે