Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકા પંચાયત ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારીપત્ર ભરવામા આવ્યાં

Share

રાજુ સોલંકી ગોધરા

Advertisement

પંચમહાલ જિલ્લાના ગોધરા અને શહેરા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારીપત્ર ચૂંટણી અધિકારી મામલતદાર સમક્ષ ભરવામાં આવ્યું હતું જેમાં ગોધરા અને શહેરા તાલુકા પંચાયતની એક એક બેઠક ઉપર આગામી 07-10-2018 ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે આજ રોજ ગોધરા તાલુકાની કાકણપૂર પંચાયત ની સામાન્ય મહિલા અનામત બેઠક પર થી કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર તરીકે નિર્મળાબેન ખાતું સિંહ ચૌહાણ અને ડમી ઉમેદવાર તરીકે નિરૂબેન રણજીતસિંહ ચૌહાણ મોટી સંખ્યામાં તેમના ટેકેદારો સાથે ચુંટણી અધિકારી મામલતદાર ગોધરા સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું તેમજ શહેરા તાલુકા પંચાયતની ગુણેલી મહિલા સામાન્ય બેઠક ની પેટા ચૂંટણી માટે સામાન્ય મહિલા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી શોભાબેન ભારતસિંહ બારીઆ તથા ડમી ઉમેદવાર તરીકે શાંતાબેન અભે સિંહ બારીઆ એ મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે શહેરા ચૂંટણી અધિકારી મામલતદાર સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું ત્યારે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ અજીતસિંહ ભાટી પ્રદેશ કોંગ્રેસ કારોબારી સભ્ય રફીક તિજોરીવાલા દુષ્યંતસિંહ ચૌહાણ એ. પી. પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો એ હાજર રહી આ પેટા ચૂંટણી મા કોગ્રેસ નો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો


Share

Related posts

વડોદરાનાં કિશનવાડી વિસ્તારમાં છ મહિનાથી ગંદા પાણીના મુદ્દે રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો

ProudOfGujarat

કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..

ProudOfGujarat

વડોદરામાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખે પત્રકાર પરિષદ સંબોધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!