પંચમહાલ રાજુ સોલંકી
માતૃભાષા અભિયાન દ્વારા ૨૦૧૨થી નહેરુબાગ ગોધરા ખાતે પુસ્તક પરબ મહીનાના પહેલા રવિવારે સવારે ૯ થી ૧૧ યોજવામાં ગોધરા શહેરના કવિ અને પરિવેશના સંપાદક વિનુ બામણિયા દ્વારા યોજવામાં આવતી હતી.જેમાં નગર અને જિલ્લાના વાચક રસિક મિત્રો વિના મૂલ્યે લઈ જાય છે તેમજ ભેટ પણ આપે છે.માતૃભાષા દ્વારા ચાલતું પુસ્તક પરબ બગીચાના રીનોવેશનના કારણે કેટલાક મહિના સ્થગિત હતું જે આજ રોજ નવ નિયુક્ત કાર્યવાહક તેજલ પારેખ,કલ્યાણસિંહ પુવાર દ્વારા તેની પુન:ધમાકેદાર શરૂઆત કરવામાં આવી.જેમાં ગોધરાના જાણીતા સર્જકો વિનુ બામણિયા, પ્રવીણ ખાંટ,કૌશિક પટેલ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આજ રોજ કવિ કિરણસિંહ ચૌહાણ દ્વારા ભેટ આપેલ ૧૮ જેટલા પુસ્તકો પ્રો.બાબુભાઈ પરમારના વરદ હસ્તે ભેટ આપી પુસ્તક પરબ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આજની આ પુસ્તક પરબને જાણીતા સર્જકો વિનોદ ગાંધી ,રાજેશ વજકરે શુભેચ્છાઓ પાઠવી હતી.