રાજુ સોલંકી ગોધરા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ઊચાબેડા
ગામ પાસે મોડીરાત્રે પીકઅપવાનમા લઈ જવાતો પરપ્રાન્તિય દારુનો જથ્થા સાથે દામાવાવ પોલીસે એક ઈસમની અટકાયત કરી પીકઅપ વાન સહીત 8,78,400 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દામાવાવ પોલીસ સ્ટેશનના PSI જી.જે.રાવતને બાતમી મળી હતી કે ગોદલી ગામથી ઘોંઘબા તરફ એક બોલેરો પીકઅપ વાહનમાં દારુનો જથ્થો કેટલાક ઇસમો લઇ જઇ
રહ્યા છે.આથી દામાવાવ પોલીસ સ્ટાફે ઉચાબેડા ગામે વોચ ગોઠવી હતી.બાતમીના વર્ણનવાળી પીકઅપ બોલેરો ગાડી નં જી જે 06 એકસ 6253 આવતા તેને ઉભી રાખવા જણાવતા ચાલકે ગાડી ભગાડી મુકી હતી.આગળ જતા ગાડી ઉભી રાખી ચાલકની બાજુમા બેઠેલ ઇસમ પોપટભાઈ ધનસુખ ભાઈ રાઠવા ત્યાથી ફરાર થઈ ગયો હતો.અને ચાલક ટીનાભાઇ કાદવભાઈ રાઠવા પકડાઈ ગયો હતો.પોલીસે પીકઅપવાનની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પેટી નંગ 96 જેની કિંમત 3,45,600 તથા ટીનબીયર પેટી નંગ 97 જેની કિંમત 2,32,800 ના પરપ્રાન્તિય દારુનો જથ્થો ઝડપી પાડ્યોહતો.પોલીસે દારુનો જથ્થો અને પીકઅપવાન મળીને 8,78,400 લાખ રુપિયાનો મૂદ્દામાલ જપ્ત કરી દારુ મંગાવનાર પંકજભાઈ પ્રભાતભાઇ બારિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધારે કાર્યવાહી હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા છે.