ગોધરા,રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્રારા મહોરમ પર્વની ઉજવણી કરવામા આવી હતી.સાથે મુસ્લિમ બિરાદરો બનાવેલા સૂંદર અને કલાત્મક તાજીયાનુ ઝુલુસ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળ્યુ હતુ
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા મહોરમ પર્વને લઇને મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજીયા બનાવામાં આવ્યા હતા.અને મહોરમના દિવસે ઝુલુસ નીકળ્યુ હતુ જેમા યા હુસેન ના નારા થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. સવારથી જ મહોરમ પર્વને લઇ અનોખો ઉત્સાહ જોવા મળતો હતો. તાજીયાઓનુ ઝુલુસમાં મોટી સંખ્યા મા મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ત્યારબાદ તળાવ મા તાજીયા ને ઠંડા કરવામા આવ્યા હતા. ઝુલુસ દરમિયાનઢોલ નગારા સાથે યુવાનોએ તલવાર સાથે કરતબો રજૂ કર્યા હતા. સાથે અવનવા કલાત્મક તાજીયા આર્કષણનુ કેન્દ્ર બન્યા હતા.મહોરમ પર્વને લઇને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.જીલ્લાભરમા મહોરમ પર્વની શાંતિપુર્ણ રીતે ઉજવણી થઈ હતી.