ગોધરા : નર્મદાની પાઇપલાઇનનુ સમાર કામ પુર્ણ થતા નગરજનોને રાબેતા મૂજબ પાણી પુરવઠો મળશે.
ગોધરા,
(વિજય સોલંકી)ગોધરા શહેર માં ભર ઉનાળે ત્રીજા દિવસે પાણી કાપ કરવામા આવતા નગરવાસીઓને પાણી ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.નર્મદા યોજનાની પાઇપલાઇન થકી શહેરમા પાણી પુરુ પાડવામા આવે છે.નર્મદાની પાઇપલાઇનમા રીપેરિંગ કામ ને કારણે આ પરિસ્થિતી સર્જાઇ હતી.ત્રણ દિવસ સુધી નગરજનોને પાણી માટે ટળવળવાનો વારો આવ્યો હતો.સાંજે રિપેરીંગ કામ પુર્ણ થઇ ગયુ હોવાની માહિતી મળતા હવે નિયમિત પાણી પુરવઠો ગોધરા શહેરને મળતો થઇ જશે.
ગોધરા શહેરમા પાણી પુરવઠો બીજે દિવસે પણ નગરવાસીઓને ન મળતા ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.નગરપાલિકાતંત્ર દ્રારા મંગળવારે પાણી કાપ કરવાની જાહેરાત સમારકામ કરવાને લઇને કરવામા આવી હતી પણ બુધવારે પણ નર્મદાની પાઇપલાઇનમા
લિકેજ બંધ કરવાની કામગીરી પુરી ન થતા બીજા અને ત્રીજા દિવસે પણ નગરવાસીઓને પાણી વિના ટળવળવાનો વારો આવ્યો હતો.
શહેરને પાણી પૂરું પાડતી નર્મદા મુખ્ય પાઇપ લાઇન લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધારવામાં આવી હોવાના કારણે પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો.પાણી લીકેજને કારણે લાખો લીટર પાણી ખુલ્લી જમીનમાંવહી રહ્યુ હતુ.એક બાજુ ઉનાળો છે,ત્યારે પાણીનો વેફડાટ થવાની જાણ થતા સમારકામ હાથ ધરાયી હતુ જેમા બેદિવસ ચાલેલા સમારકામને કારણે શહેરમા પાણીની તંગી સર્જાઈ હતી.પાલિકાસુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર સમારકામ પુર્ણ થયુ છે.તેથી પાણી પુરવઠો રાબેતા મુજબ ગોધરા શહેરવાસીઓને મળતો થઇ જશે તેમ જાણવા મળ્યુ છે