ગોધરા ,રાજુ સોલંકી
ગોધરા નગરપાલિકાની સામાન્ય સભા નગર પાલિકા ના સભાખંડ માં પ્રમુખ ચીફ ઓફિસર તથા સભ્યો ની ઉપસ્થિતિમાં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકા ના 44 સભ્યો ની સર્વ સંમતિ માં ગોધરા માં આવેલ નેહરૂ બાગ નું નામ અટલ ઉધાન કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જે સભ્યો આ ઠરાવ ને બહાલી આપી નેહરુ બાગ ની જગ્યા એ અટલ ઉધાન માટે સર્વ સંમતિ દર્શાવી હતી પરંતુ વાત અહી પુરી થતી નથી.આ નામ બદલવાને લઈ શહેરના કેટલાક જાગૃત નાગરિકોમા પણ નારાજગી જોવા મળી હતી.
આજ થી ધણા વર્ષો પહેલાં આ નહેરુબાગનો ઘેરાવો હાલમાં જે પાલિકા તંત્ર દ્વારા બનાવામાં આવેલ શોપીંગ સેન્ટર છે ત્યાં સુધી હતું પરતું સમયાંતરે પાલિકામાં જેમ જેમ સત્તા પરિવર્તન થઈ તેમ તેમ આ નેહરૂ બાગ નો ઘેરાવો ટુંકો કરી ત્યાં મોટા શોપીંગ સેન્ટર નું નિર્માણ કરી દેવામાં આવ્યું આ બાબત જાગૃત નાગરિકો પાસેથી જાણવા મળી છે,હાલ પાલિકા ની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી નેહરૂ બાગ ની જગ્યા એ અટલ ઉધાન કરી દીધું અને પછી પાલિકામા જો સમય જતા સત્તાપક્ષ બદલાય તો ન અન્ય નામ આપે તો નવાઇ નહી!
મુંબઈમાં વિકેટોરીયા ટર્મિનલ નામ હતું જેની જગ્યા એ છત્રપતિ શિવાજી ટર્મિનલ આપ્યું તે યોગ્ય છે તેવું એક જાગૃત નાગરિક ના મુખે જાણવા મળ્યું હતું. આ ઉપરાંત એક બીજા નાગરીક કે કઈ આવું કહ્યુ વિદેશી સંસ્કૃતિ એ ભારત દેશ ઉપર ગણું શોષણ કર્યું હતું તેમજ ભારતીય સંસ્કૃતિ પર તેમના ધણા પ્રહારો કર્યા હતા એવા નામ તેમણે કાઢી અને વર્તમાન બીજા નામ જેમને દેશની આઝાદીની લડાઇમાં મોટુ યોગદાન આપ્યુ.
આઝાદીની લડત સાથે સંકળાયેલા મહાન વિભૂતિ ઓના નામ ભૂંસી અને પક્ષીય ધોરણે અન્ય નામ મુકાય તે યોગ્ય નથી કારણકે પંડિત જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી ,સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે આઝાદી પહેલા ની ચળવળમાં ધણો મોટો સિંહ ફાળો આપ્યો છે ત્યારે તેવી વિભૂતિ ઓના નામ કાઢી નાખવામાં આવતા ગોધરા નગર માં જાગૃત નાગરિકો મા રોષ સાથે કચવાટ જોવા મળી રહ્યો છે
સાથે સાથે એ પણ સત્ય છે કે અટલજીએ પણ દેશના વિકાસમા સિંહ ફાળો છે પણ અન્યજે નવાબાગો શહેરમાં બની રહ્યા છે.તેને અટલ નામ આપવુ જોઇએ તેવો પણ જાગૃત નાગરિકોનો મત છે.