ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા ગણપતિ રામ સાગર તળાવમા ગણપતિ વિસર્જન કરવામા આવ્યુ હતુ.આજે કેટલાક અસામાજીક તત્વો દ્રારા ગણે મુર્તિઓને તોડીને તેમાથી લોંખડ સહીતની સામગ્રી કાઢતા લોકોમા ભારે કચવાટની લાગણી ફેલાઇ હતી.
પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમા પાચ દિવસે ગણપતિ વિસર્જન કરી દેવામા આવે છે.અને આ તમામ મુર્તિઓને શહેરના રામસાગર તળાવમા ડુબાડવામા આવે છે.મોટા ભાગની આ મુર્તીઓ પ્લાસ્ટર ઓફ પેરીસની હોવાથી વહેલી ઓગળતી નથી.તેથી આ મુર્તીઓ એમના એમ તળાવમા પડી રહે છે.ગોધરા શહેરના આ રામસાગર તળાવમા વરવુ દ્રશ્ય જોવા મળ્યુ જેમા રામ સાગર તળાવમાં ગણેશની મુર્તિઓને તોડીને કેટલાક અસામાજીક તત્વોએ તેમાથી લોંખડ સહિતની વસ્તુઓ કાઢી લીધી હતી.તેને લઈને ગોધરા શહેરના જાગૃત નાગરિકો કચવાટ જોવા મળ્યો હતો.તળાવમા ઉંડે સુધી જઈને મુર્તીઓને તોડીને તેમાથી લોંખડ કાઢતા કેટલાક લોકો જોવા મળ્યા હતા.