ગોધરા, રાજુ સોલંકી
ગોધરાનગર પાલિકાની સામાન્યસભાની બેઠક સાંજે પાંચ કલાકે નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ઇલેન્દ્ર પંચાલ અને ચીફ ઓફીસર એ આર પાઠક તથા નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતીમાં મળી હતી જેમા શહેરના વિકાસ માટે 15 જેટલા કામોને સર્વાનુમતે મંજુરી આપવામા આવી.
ગોધરા નગરપાલિકાની સામાન્ય સભા નગર પાલિકાના સભાખંડમાં એજન્ડા મુજબ સભ્યોની સર્વે સંમતિથી 15 કામોની મંજુરી આપવામાં આવી હતી, અને કોઇ વાદ વિવાદ વગર માત્ર ગણતરીની મીનીટોમાં આટોપી લેવામા આવી હતી. જેમાં ગોધરા લાલબાગ ટેકરી પાસે આવેલ તળાવના ભાગમાં ગાર્ડન ની કામગીરી થઈ શકે તેમ નથી જેથી આ ગાર્ડન ગોધરા માં આવેલ દેવ તલાવડી મંદિર ની બાજુ માં બનાવવામાં આવશે તેમજ ભૂગર્ભ ગટર લાઈન ના કારણે જે રસ્તાઓ તુટેલા છે તેવા 40 રસ્તાઓ નવીન બનાવામાં આવશે અને પાલિકા સભ્ય મુરલીધર મૂલચદાણી એ રજુઆત કરી હતી કે ગોધરા ના નવા બસસ્ટેન્ડ થી ભૂરાવાવ ચારરસ્તા ના બ્રીજ સુધી સાઈડ માં પોલ લાઈટ તથા વાયરીંગ કરી આપવું જે રજુઆત ને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્રએ 7.65 લાખની મંજુરી કામ કરવા માટે આપી હતી આ ઉપરાંત ગોધરા ધારાસભ્ય સી કે રાઉંલજી એ દશા શ્રીમાળીની વાડી સુધી પીવાનાં પાણીની પાઈપ લાઈન નાખવા રજૂઆત કરી હતી જે રજુઆત ને ધ્યાનમાં લઈને 14 માં નાણાં પંચ માંથી 1, 36, 985 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. અને તળાવની આસપાસ તથા અન્ય શોપીંગ સેન્ટર જે જજરિત થયેલ છે તેને ફરી રીનોવેશન કરવા માટે 45 લાખ રૂપિયા ફાળવવામા આવ્યા છે
ગોધરા માં નગર પાલિકા ની સામાન્ય સભામાં સભ્યો ની જેનો ખરેખર વિરોધ કરવામાં આવતો હતો તે નેહરૂ બાગ નું નામ હવે અટલ ઉંધાન તરીકે ઓળખવામાં આવશે આ ઉપરાંત એજન્ડા ના 14 ક્રમાંક મુજબ નગર પાલિકા માં હાલ જે ફરજ બજાવતા કર્મચારીઓની ટૂંક સમયમાં ભરતી અને બઢતી પસંદગી સમિતિ ની રચના અનુસાર નવેસરથી કરવામાં આવશે.
નગર પાલિકા સામાન્ય સભામાં વિવિધ સમિતિ ઓના ચેરમેન ની ફાળવણી કરવામાં આવી
* કારોબારી સમિતિ ના ચેરમેન તરીકે વર્ષાબેન ઠાકર
* સફાઈ આરોગ્ય સમિતિ ના ચેરમેન તરીકે હંસાબેન વાઘેલા
*જાહેર બાંધકામ સમિતિ ના ચેરમેન તરીકે જયેશભાઈ ચૌહાણ
* અમૃત યોજના સમિતિ ના ચેરમેન તરીકે અમિષા બેન શાહ
* મહેસુલ કરવેરા સમિતિ ના ચેરમેન તરીકે કમલેશભાઈ પટેલ
* પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા કમીટી ના ચેરમેન તરીકે નીમેષભાઈ શાહ
* ભૂગર્ભ ગટર વ્યવસ્થા કમીટી ના ચેરમેન તરીકે સોફિયાબેન અનવર જમાલ
* લાઈટ કમીટી ના ચેરમેન તરીકે ભારતીબેન પટેલ
* વાહન વ્યવહાર કમીટી ના ચેરમેન તરીકે સંતોષ ભાઈ ભૂરિયા
* ટાઉન પ્લાનિંગ અને ડેવલોપસ કમીટી ના ચેરમેન તરીકે સુનિલભાઈ લાલવાણી
* પ્લાનિંગ કમિટી સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શેહરી વિકાસ યોજના ના ચેરમેન તરીકે સાજીદ કલા
* બગીચા વિકાસ કમીટી ના ચેરમેન તરીકે સંગીતા બેન રાણા
* મેલેરિયા સ્કીમ સબારકાર સમિતિ ના ચેરમેન તરીકે અસરફ ભાઈ ચાંદા
* સાંસ્કૃતિક કાર્યક્રમ કમીટી ના ચેરમેન તરીકે ચેતનદાસ સામયાણી
* આવાસ યોજના કમીટીનાચેરમેનતરીકે રણજીતા બેન મકવાણા
*વ્યવસાયવેરા સમિતિ ના ચેરમેન તરીકે ફાતિમા બેન પાઘડીવાડા
* તળાવ બ્યુટીફ્રીકેશન સમિતિ ના ચેરમેન તરીકે ઉષમાબેન પટેલ
* નાણાંપંચ સમિતિ ના ચેરમેન તરીકે ગોરીબેન જોષી
* મનોરંજન કર ગ્રાન્ટ સમિતિ ના ચેરમેન તરીકે નીમ્મીબેન પરીખ
* ભરતી સમિતિ નગર પાલિકા ના કર્મચારી ઓની ભરતી સમિતિ ના સભ્ય તરીકે રાજેશભાઇ ચૌહાણ * આ સિવાય તમામ ગ્રાન્ટ સમિતિ પ્રમુખ ઉપપ્રમુખ હસ્તક રહેશે