રાજુ સોલંકી ગોધરા
પંચમહાલના શહેરા અને ગોધરામાં ગણેશ વિસર્જન થઈ ગયુ છે.ત્યારે હાલોલ સહિત અન્ય નગરોમાં દસ દિવસે વિસર્જન કરવામા આવે છે.હાલોલ નગરમા ગણેશદાદાની વિવિધ જગ્યાએ સ્થાપિત મુર્તિઓનુ પુજન અર્ચન થાય છે.હાલોલનીરણછોડનગર સોસાયટીમાં પાછલા દસ વર્ષથી ગણેશમુર્તિનુ સ્થાપન કરવામા આવે છે.આ સોસાયટીના ત્રણ યુવાનોએ કૃનાલ પટેલ,પાર્થજોષી, દિપમારુ આ ગણેશ વખતે કઈક નવુ કરવાનુ વિચાર્યુ.પાછલા વર્ષોમાં તેઓ પીઓપીની મુર્તિ બનાવતા હતા. આ વખતે ઈકો ફ્રેન્ડલી મુર્તિ વિશે વિચાર્યુ જેમા માટીની નહી પણ અખબારના પેપરોમાંથી મુર્તિ બનાવાનુ નક્કી કર્યુ,જેમા ૧૫દિવસની મહેનત બાદ તેઓ અખબારોના પેપરો એકત્ર કરીને બનાવી અને સ્થાપિત કરી. આ મુર્તિ છ ફુટની છે.અને ૮૫કિલો વજનની છે.આ મુર્તિ સ્થાપવાનો પાછળ પાણીને દુષિત થતુ અટકાવાનો છે.પીઓપીની મુર્તિથી જળચરોના જીવ ઉપર જોખમ રહે છે.ત્યારે આવી ઇકોફ્રેન્ડલી મુર્તિથી પાણીના સ્રોતોની ચોખ્ખાઇ જળવાઇ રહે છે.