રાજુ સોલંકી ગોધરા
પંચમહાલ જીલ્લાના ઉજડાવાડી ખાતે જીલ્લાશિક્ષણ તાલીમ ભવન, જીલ્લાશિક્ષણાધિકારી કચેરી, પંચમહાલ જીલ્લા વિજ્ઞાનમંડળના સંયુક્ત ઉપક્રમે શહેરા તાલુકાનું માધ્યમિક વિભાગ નુ સંકુલ ૪નુ વિજ્ઞાન ગણિત પ્રદર્શન સરસ્વતી વિધાલય ઉંજડા વાડી ખાતે યોજાયુ હતુ.મૂખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પી.ડી. સોલંકી.તેમજ
અરવિંદ દરજી ,શાળાના આચાર્ય અરવિંદ ભાઈ પટેલ ,મનોજ ભાઈ જોષી ,રાજુ ભાઈ ખાંટના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતુ.નિર્ણાયક તરીકે મહેન્દ્રભાઇ પટેલે ભુમિકા નિભાવી હતી.તાલુકાની માધ્યમિક વિભાગના 40 થી વધુ શાળાના વિધાથી દ્વારા તેયાર કરેલી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લગતી ખેતીમાં પાક સરક્ષણ અને નવીનીકરણ તેમજ ઘનકચરાનુ વ્યવસ્થાપન સહિતની કૃતિઓ રજુ કરવામા આવી હતી. આજુબાજુની શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પર્યાવરણ સહિતની અનેક કૃતિઓ પ્રદર્શનમાં મુકેલ નિહાળી હતી.અને બાળ વિજ્ઞાનીઓનીકૃતિઓને નિહાળી હતી.