Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરામાં ડીજેના તાલે તિરંગા સાથે ગણેશવિર્સજન જુઓ વીડીઓ

Share

ગોધરા,

Advertisement

ગણપતિ બાપા મોર્યાના ગગન ભેદી નારા વચ્ચે પૂજન અર્ચન બાદ નીકળેલી શોભાયાત્રામાં ગણેશની સવારીઓ જોડાઈ હતી. શહેરામાં સવારે નાની અને બપોરે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે DJની વચ્ચે મહારાષ્ટ્રિયન, નાસિક ઢોલ તેમજ, યુવાનો તિરંગા ઝંડા સાથે દેશભક્તિનું વાતાવરણ ઉભું કરી આર્કષણનું કેન્દ્ર બન્યા હતા.

ગણપતિ બાપા મોર્યાના ગગન ભેદી નારા વચ્ચે પૂજન અર્ચન બાદ નીકળેલી શોભાયાત્રામાં ગણેશની સવારીઓ જોડાઈ હતી. શહેરામાં સવારે નાની અને બપોરે મોટી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે DJની વચ્ચે મહારાષ્ટ્રિયન, નાસિક ઢોલ તેમજ, યુવાનો તિરંગા ઝંડા સાથે દેશભક્તિનું વાતાવરણ ઉભું કરી આર્કષણનું કેન્દ્ર બન્યા હતા.
પાલિકાતંત્ર દ્વારા તરાપાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તરવૈયા સહિતનો કાફલો સ્થળ ઉપર હાજર હતો. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એસ આર પી, પોલીસ, હોમગાર્ડસ, મહિલા પોલીસગાર્ડ, સહિતનનો સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ધામધૂમ સાથે સવારથી સાંજ સુધી નાની મોટી 500 જેટલી પ્રતિમાઓનું મુખ્ય તળાવમાં વિર્સજન કરવામાં આવ્યું હતું. ઢોલનગારા અને DJના તાલે ગણેશભકતોએ અબીલ ગુલાલની છોળો સાથે બાપાને વિદાય આપી હતી. શહેરા ખાતે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ જગ્યાઓએ અવનવી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસના પૂજન અર્ચનબાદ ભાવભરી વિદાય આપવામાં આવી હતી.

ગણેશજીની આરતી કર્યા બાદ સજાવેલા ટ્રેકટરોમાં ગણપતિ દાદાની મૂર્તિઓને મૂકવામાં આવી હતી. શહેરાના પરા વિસ્તાર સલામપુરામાં પણ ગણપતિનુ સ્થાપન કરવામાં આવ્યું હતું.જ્યા યજ્ઞપુજા સહિતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હિંદુ એકતા ખોડીયાર યુવક મંડળ સલામપુરાના સ્થાપિત ગણપતિ આર્કષર્ણનું કેન્દ્ર બન્યા હતા. હાથમા તિરંગા સાથે હિન્દુસ્તાન ઝીંદાબાદના નારા યુવાનોએ લગાવી દેશભક્તિનુ વાતાવરણ ઉભું કર્યુ હતું.

ગણેશ વિસર્જનમાં અવનવા યુવક મંડળના યુવાનોએ કેસરીસાફા તેમજ હિંદુ એકતા મંડળના યુવાનોએ ક્ષત્રિય લખેલા ડ્રેસકોડ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિસર્જનમાં મહારાષ્ટ્રિયન ઢોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સેવાભાવી વેપારીઓએ પાણી અને સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરાનગર વાસીઓ મન મુકીને DJ અને નગારા તાલે બાપાને ભાવભીની વિદાય આપી હતી.” ગણપતિ બાપા મોરીયા અગલે બરસ તું જલદી આના” ના નારા પણ લાગ્યા હતા. શહેરા પોલીસ સ્ટેશનના પીઆઇ આરઆર દેસાઇ સહિત અધિકારીઓ તેમજ અન્ય પોલીસ સ્ટાફ, એસઆરપી ખડેપગે રહ્યા હતા. શહેરામાં શાંતીપુર્ણ રીતે ગણેશ વિસર્જન થયું હતું.


Share

Related posts

ઝઘડીયાના એક ગામે ચાર સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ફરિયાદ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં લોકડાઉન દરમિયાન 14 થી વધુ શ્રમિકો, ફેરિયાઓ ગોધરાના રેનબસેરા ખાતે આશરો લઈ રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચમાં સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનો સીલસીલો યથાવત, ૨૪ કલાકમાં ૭ અંતિમક્રિયા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!