રાજુ સોલંકી ગોધરા :-
ગોધરા માં પાંચ દિવસના આતિથ્ય માણ્યા બાદ મંગળવારે શ્રીજી પ્રતિમાઓનુ ગોધરા ના રામસાગર તળાવ માં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નારા વચ્ચે વિશ્વકર્મા ચોક માં પૂજન બાદ નીકળેલી શોભાયાત્રા માં 70ઉપરાંત શ્રીજી ની સવારીઓ જોડાઈ હતી શ્રીજી સવારી ના માર્ગો ઉપર વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ વાતાવરણ માં શાનદાર રીતે એકબાદ એક શોભાયાત્રા આગળ વધી રહી હતી મંગળવારે વિશ્વકર્મા ચોક માં કલેક્ટર ઉદિત અગ્રવાલ પોલીસ વડા ડૉ લીના પાટીલ આયોજન સમિતિ ના અગ્રણી ઓની પૂજા અર્ચના સાથે બપોરે એક કલાકે ગણપતિ બાપા મોરિયા ના ગગન ભેદી નારા વચ્ચે ગણેશ ભક્તો એ શોભાયાત્રા નું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું ધીરે ધીરે આઈ ટી આઈ અંકલેશ્વર મહાદેવ ભૂરાવાવ બામરોલીરોડ પાવર હાઉસ તરફ થી નાના મોટા સો કોઈ ભેગા મળીને અલગ અલગ વાહનઓમા નાની મોટી 500 ઉપરાંત પ્રતિમાઓ લઈ નીકળ્યા હતા 70 ઉપરાંત મંડળો સાવલીવાડ પોહચી મુખ્ય શોભાયાત્રા માં જોડાતા યાત્રા એ ભારે આકર્ષણ જમાવ્યું હતું ત્યાર બાદ વિવિધ મંડળો ઢોલ નગારા ત્રાંસા અને ડીજે સીસ્ટમ ના સથવારે અને અબીલ ગુલાલ ની છોળો વચ્ચે ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે શોભાયાત્રા માં શ્રીજી ની સવારી ઓનું પાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ ધારાસભ્ય સી કે રાઉંલજી અને સાંસદ સભ્ય પ્રભાત સિંહ ચૌહાણ અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તદ ઉપરાંત રાણી મસ્જિદ તેમજ પોલન બજાર પાસે મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું શ્રીજી ભકતો ને નવ યુવક મંડળ દ્વારા પ્રસાદી તથા અન્ય સંસ્થા ઓ એ પાણી તથા સરબત ની સેવા આપી હતી શ્રીજી વિસર્જન ની પ્રક્રિયા મોડે સુધી ચાલી હતી