ગોધરા, રાજુ સોલંકી
સામાન્ય રીતે ગુલાબનો છોડા અંદાજે ચાર ફુટથી દસ ફુટ જેટલો ઉચો હોય છે.તમે ૩૯ ફુટ જેટલો ગુલાબનો છોડ જોયો છે.ગોધરા શહેરમા આવેલી નંદનવન સોસાયટીમા રહેતા પ્રોફેસર અરુણસિંહ સોલંકીનાં ઘરની બહાર આવેલા ઘરના આંગણામાં ગુલાબનો આ છોડ જોવા ઘણા લોકો આવે છે.ગર્વની વાત એ છેકે આ ગુલાબનો છોડ આગામી સમયમાં “લીમ્કા બુક ઓફ વર્લ્ડમાં સ્થાન પામશે.
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરના હાર્દસમા બામરોલી રોડ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં બંગલા નં-૩૦ મા રહેતા અરુણસિંહ.આર.સોલંકી વ્યવસાયે પ્રોફેસર છે.જેઓ ગોધરા કોમર્સ કોલેજ ખાતે ફરજ બજાવે છે.જેમના ઘરની બહાર અધધ ૩૯ ફુટ ઉચાંઈ ધરાવતો એક ગુલાબનો છોડ ઉગ્યોછે.બીજી આ ગુલાબના છોડની વિશેષતા એ છેકે આ ગુલાબની ડાળીઓ પર એક ડાળી પર ૨૦થી વધુ સંખ્યામાં ગુલાબના ફુલો લાગેછે.જે સૌકોઇને અંચબિત કરી મુકેછે.ઘર આંગણે વધતો આ ગુલાબના છોડની વધતી જતી ઉંચાઇથી પ્રોફેસર અરુણસિંહ સોલંકીએ કઇક નવીન વિચાર કરતા લીમ્કા બુક ઓફ વર્લ્ડમાં સમાવવા અરજી કરવામાં આવી.હવે આ અરજી સ્વીકારાઈ પણ ગઈ છે.પ્રોફેસર અરુણ સિંહને વિશ્વાસ છેકે આ ગુલાબના છોડને લીમ્કા બુક ઓફ વર્લ્ડમાં જરુર સ્થાન મળશે.હાલ આ ગુલાબનો છોડ જોવા આસપાસની સોસાયટી તેમજ શહેરમાથી પણ લોકો આવે છે.અને તેની સાથે સેલ્ફી પડાવે છે. જો આ ગુલાબના ફુલનો છોડને સ્થાન મળશેતો ગોધરા શહેરનુ નામ ફરી એક વખત ગુજરાત સહિત ભારતભરમા ગુંજશે તેમા કોઈ બેમત નથી.