Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા: પવિત્ર અધિક માસ અને રમઝાન માસ નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા સદભાવના કાર્યક્રમ

Share

ગોધરા: પવિત્ર અધિક માસ અને રમઝાન માસ નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા સદભાવના કાર્યક્રમ

ગોધરા

Advertisement

પંચમહાલના ગોધરા ખાતે હિન્દુ સમાજના અધિક મહીના તેમજ મુસ્લિમસમાજના રમઝાન માસ ચાલી રહ્યા છે ત્યારે જીલ્લા કોગ્રેસ દ્વારા ઈફ્તાર પાર્ટી તેમજ ઉપવાસ છોડવાના એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિકત રહ્યા હતા.
હાલમા મુસ્લિમ સમાજના પવિત્ર એવા રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે હિન્દુ સમાજમા પણ જેનુ ખુબ મહત્વ હોય તે અધિક માસ ચાલી રહ્યો છે. ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીદ્વારા સમાજમા કોમી એક્તા અને ભાઈચારાનો ઉદ્દેશ સાથે રમઝાન માસના રોઝા ઈફતાર અને અધિક માસના ઉપવાસ છોડવા માટેના એક કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ,સમાજના તેમજ જુદાજુદા સમાજના સંગઠનના લોકોએ જોડાઈને એકબીજાને શુભકામના પાઠવી હતી. સદભાવના ભાઈચારા તેમજ કોમીએકતા થી આ કાર્યક્રમમા લોકો જોડાયા હતા. જેમા પંચમહાલ જીલ્લા કોંગ્રેસસમિતિના પ્રમુખ અજીતસિંહ ભટ્ટી.માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, માજી સાંસદજગદીશ ઠાકોર, માજીજીલ્લાપંચાયત પ્રમુખ કિશોરભાઈ તાવિયાડ, મુસ્લિમ સમાજના આગેવાન રફીક તિજોરીવાલા, આબીદશેખ,અલ્તાફ મન્સુરી, તારીક પઠાણ આબીદ બકકર, ખ્રિસ્ત્રી યુવાઅગ્રણી મીકકી જોસેફ સહીતઅન્ય સમાજના અગ્રણીઓ કાર્યક્રમમા જોડાયા હતા.


Share

Related posts

મુખ્યમંત્રી કાર્યાલયમાં ઊથલપાથલ: પંકજ જોશી મુખ્યમંત્રીના નવા ACS: અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા

ProudOfGujarat

ભારતનું કોલ્ડચેઈન બજાર વર્ષ 2022 માં રૂ.1.28 લાખ કરોડનું છે જે વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડથી વધુ થવાની શકયતા.

ProudOfGujarat

તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ : દેશી જાતની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!