Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા શહેરના વિકાસમાં વધુ એક યશકલગી ઉમેરાઈ”રાજાઇ સ્કેવર”

Share


ગોધરા,રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલા લુણાવાડા-ગોધરા હાઇવે પર રાજાઇ સ્કેવર ખુલ્લો મુકવામાં આવ્યો છે.જેમા ગોધરાની જનતા એક સાથે ત્રણ મનોરંજનનો લાભ લઇ શકશે,જેમા સિનેમા, ગેમઝોન, અને ફુડઝોનનો સમાવેશ થાય છે.ગોધરા શહેરના વર્ષોથી જાણીતા “રાજાઈ મોર્ટસ”ના માલિક કિશોરભાઇ રાજાઇ દ્રારા ગોધરાની જનતાને કઇક નવુ આપવાના વિચાર સાથે સાહસ ખેડવામાં આવ્યુ છે.

Advertisement

પંચમહાલ જીલ્લાનુ ગોધરા શહેર ગોધરાકાંડની ઘટના પછી વિશ્વભરમાં બદનામ થયુ હતુ.એક રીતે એવો પણ સમય આવી ગયો હતો કે ગોધરાના યુવાનોને અન્ય જગ્યાએ નોકરી આપવામાં ખુબ જ તકલીફ પડતી હતી.આ ઘટના પછી ગોધરાએ પાછલા એક દાયકાથી બેઠું થવાનો સતત પ્રયત્ન કર્યો,જેમા ગોધરા શહેરના વિવિધ વેપારધંધા સાથે સંકળાયેલા અગ્રણીઓનો સિંહ ફાળો ગણી શકાય.
એક સમયે રાજાઈ સાયકલથી જેમની સફરની શરુઆત થઈ છે. ઠાકોરદાસ રાજાઈ પરિવારના મોભી કિશોરભાઇ રાજાઇના અથાગ પ્રયત્નો અને મહેનતનુ પરિણામ છે.તેઓ સતત ગોધરા શહેરની જનતા માટે નવુ આપવા માગે છે.એટલે જે
રાજાઈ મોર્ટસથી માત્ર ગોધરા નહી પણ સમગ્ર પંચમહાલ,દાહોદ,મહિસાગરમાં જાણીતા બન્યુ છે,તે રાજાઈ મોર્ટસની સતત વિકાસની અવિરતયાત્રામાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે.જેમા “રજાઇ સ્કેવર”નો સમાવેશ છે.ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ પર અદ્યતન “રાજાઇ સ્કેવર”માં નાના બાળકોથી માંડીને યંગજનરેશન અને વડીલો માટેના મનોરંજનની વ્યવસ્થા કરવામા આવી છે. પાછલા ઘણા વર્ષોથી ગોધરા શહેરમાં સિનેમાઘરોની ખુબ મારા મારી હતી.
જેમા એવુ બનતુ કે એક જ સિનેમા ઘર હોવાથી ઘણીવાર હાઉસફુલ બોર્ડ થવાને કારણે ફિલ્મરસિકોને નિરાશ થવાનો વખત આવતો.વધુમા બીજા શો સુધી ટીકીટની રાહ જોવી પડતી હતી.ગોધરા શહેરમાં અત્યાધુનિક જર્મની ડોબ્લી સાઉન્ડ સિસ્ટમ સાથે સિનેમાથિયેટરો આ ઉભા કરવામા આવ્યા છે.જે મધ્ય ગુજરાતમા ૨૦x૪૭ સાઇઝની મોટી સ્કિનછે.સાથે સાથે બાળકોને ઘરમા રમવા નહી પુરાઈ રહેવુ પડે.રજાના દિવસોમાં કે વેકેશનોમાં હવે દુર નહી જવુ પડે .બાળકોને રમવા માટે ગેમઝોનછે જેમા બાળકો અમનવી ગેમઝોન રમી શકશે. પંચમહાલ જીલ્લામા આ પ્રથમ ગેમઝોન બનાવામાં આવ્યો છે.સાથે બે રેસ્ટોરેન્ટ જેમા ગુજરાતી ,કાઠીયાવાડી,સુરતી,મલ્ટીફુટ ની જયાફત માણી શકશે.કહી શકાય કે ગોધરા હવે સતત પ્રગતિશીલ ,ગતિશીલ દિશા તરફ પ્રયાણ કરી રહ્યુ છે.માત્ર ગોધરાના જ નગરજનો નહી પણ આ મનોરંજન સ્થળ હાલોલ-શામળાજી મુખ્ય માર્ગ પર જ આવેલુ હોવાથી અન્ય લોકો અહી મૂલાકાત લેવા આવે તો નવાઇ નહી !


Share

Related posts

વડોદરા જિલ્લામાં ચાલતું વેસ્ટ નિકાલનું રેકેટનો પર્દાફાશ કરતું પ્રકૃતિ સુરક્ષા મંડળ : આ રેકેટમાં જીપીસીબીનો ભુ. પૂ. કર્મચારી પણ સામેલ?

ProudOfGujarat

જામનગરની જી.જી.હોસ્પિટલમાં થશે કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન.

ProudOfGujarat

ભરૂચ : કસક ગળનાળા પાસે દાદર રહેવા દેવાની કોંગ્રેસ શહેર સમિતિ અને સ્થાનિકોની રજુઆત બાદ R&B વિભાગ દ્વારા લેવાયો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!