ગોધરા.
ભાદરવા મહિનો શરુ થતા અંબાજી તરફ જતા પગપાળા સંઘો નીકળી પડતા હોય છે.પંચમહાલ જીલ્લામાંથી પસાર થતા હાલોલ -શામળાજી માર્ગ ઊપર મોટી સંખ્યામાં માઇભકતો અંબાજી પગપાળા જઇ રહ્યા રહ્યા છે. બોલ માડી અંબે જયજય અંબેનાના નાદથી માર્ગ ગુંજી ઉઠ્યા છે.
ભાદરવા મહિનો શરુ થતા પગપાળા સંઘો અંબાજી તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે બોલમાડીઅંબે જય જય અંબેના નાદથી માર્ગો ગુજયા છે. પંચમહાલ જીલ્લામાંથી હાલોલ- શામળાજી હાઇવે પસાર થાય છે.આ રોડ અંબાજીને જોડે છે.આથી મધ્ય ગુજરાતના દાહોદ,મહિસાગર અને છોટાઊદેપુરના જીલ્લાનાં માઇભકતો પગપાળા સંઘો સાથે આ જ રસ્તે અંબાજી જાય છે.હાલોલ શામળાજી હાઇવે માર્ગો પર પણ ભકતો પગપાળા અને સાથે નીકળતા હોય છે. અને માતાના ભક્તિમય ગરબાઓ સાથે નાચતા ગાજતા જતા હોય છે.માર્ગો પર અનેક રથો અંબાજી તરફ જઈ રહ્યા
નાના બાળકોથી માડીને મોટેરાઓ આ પગપાળા સંઘોમાં જઈ રહ્યા છે.આ માઈભકતોની સેવા માટે શહેરાનીલખારા સોસાયટી ખાતે પાછલા ૧૮વર્ષોથી વિસામાનૂ આયોજન કરવામા આવે છે.જેમા સવારે ચા નાસ્તો,નાળિયેર પાણી,ફળફળાદી તેમજ બપોરે ભોજનની વ્યવસ્થા કરવામા આવેછે.અહી એક મેડીકલ સ્ટોલ ઉભો કરવામા આવ્યો જ્યા જરુરી દવાઓ વિનામુલ્યે પુરી પાડવામા આવે છે.રાતે સુવાની પણ વ્યવસ્થા કરવામા આવે છે.હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર પણ મોટી સંખ્યામાં
વિસામાઓનુ આયોજન કરવામા આવ્યુ છે.જેનો લાભ ભકતો લઈ રહ્યા છે.શહેરા સહિત હાઇવે માર્ગો વિસામાનુ આયોજન અહીના સ્થાનિકો દ્રારા કરવામા આવે છે. જ્યા અંબાજી જતા માઈભકતોમાથી જરુરી સુવિધાઓ પુરી પાડવામા આવે છે. કાલોલ તાલુકાના મલાવ ગામથી પાછલા ૧૪વર્ષની પગપાળા સંઘ જાય છે.