Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ગોધરા: સરદારનગર ખંડ પાસેથી બાઇક સાથે બે ઇસમોની પોલીસે કરી ધરપકડ.ઘરફોડ અને બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

Share

ગોધરા: સરદારનગર ખંડ પાસેથી બાઇક સાથે બે ઇસમોની પોલીસે કરી ધરપકડ.ઘરફોડ અને બાઇક ચોરીના ભેદ ઉકેલાયા

વિજયકુમાર , ગોધરા

Advertisement

પંચમહાલ જીલ્લા એલસીબીની ટીમે અઠવાડીયા પહેલા શહેરના દાહોદ રોડ ઉપર આવેલા એક મેડીકસ સ્ટોરને તસ્કરોએ નિશાન બનાવીને રોકક રકમ સહીતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે એલસીબી અને એસઓજીની સંયુકત ટીમે આ ચોરીનો ભેદ ઉકેલવામા સફળતા મળવી છે ને બાતમીને આધારે બે ઈસમોની ગોધરા શહેરમાથી ઝડપી મુદામાલ રોકડરકમ, મોબાઈલ ફોન એક બાઈક મળી કુલ ૬૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પંચમહાલ એલસીબી ટીમ પ્રેટોંલિંગમા હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે એક નંબર વગરની હિરો હોન્ડા ડીલક્ષમોટર સાઈકલ લઈને બે ઈસમો વેચવા માટે શહેરના સરદાર નગર ખંડ તેમજ ગોધરા સાવલી વાડ વિસ્તારમા શંકાસ્પદ હાલતમાં ફરે છે.એલસીબી અને એસઓજી શાખાની સંયુકત ટીમે ખાનગી રાહે વોચ રાખીને સરદારનગર ખંડ પાસે બાતમીની વર્ણનવાળી બાઈક સાથે બે ઈસમો અશરફ મો. યુસુફ મેદા.તેમજ જુબેર રફિક વલીવાકાંને ઝડપી લીધા હતા તેમનીપુછપરછમા અઠવાડીયા પહેલા દાહોદ રોડ પાસે આવેલા એક મેડીકેલ સ્ટોરનુ શટર તોડીને ચાદીના સિક્કા તેમજ ડીવીઆર કાર્ડ, રોકડરકમ ચોર્યાની કબુલાત કરી હતી. તેમની પાસેરહેલી બાઈક આણંદ પાસે આવેલીબોરસદ ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી પોલીસે રોકડક્રમ ચાદીના સિક્કા મોબાઈલફોન,બાઈક સહીતનો કુલ ૬૦,૦૦૦ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.


Share

Related posts

લીંબડી સેવા સદન ખાતે કોરોના વાઇરસનાં સંક્રમણ માટેની સરકારની ગાઈડ લાઇન તેમજ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ કડક અમલ થાય તે માટે વેપારીઓ સાથે સર્વાનુમતે બેઠક યોજાઈ.

ProudOfGujarat

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરોને લૂંટી લેતી ગેંગના બે આરોપી ઝડપાયા

ProudOfGujarat

આગામી 72 કલાક માં નવસારી જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!