Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા લાલ બાગ બસ સ્ટેન્ડ ખાતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનનો કર્મી ૧૫૦૦૦ની લાંચલેતા એ સી બી નાં રંગે હાથે ઝડપાયો,એક ફરાર

Share

રાજુ સોલંકી ગોધરા

ગોધરા.

Advertisement

ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ પૈકી એક પોલીસ કર્મી ૧૫૦૦૦ની લાંચ લેતા ગોધરા એસટી બસ સ્ટેશન ખાતે એસીબીના હાથે ઝડપાઇ ગયો છે.અન્ય એક ફરાર થઈ ગયો છે.દારુના કેસમા આરોપીને રિમાન્ડ દરમિયાન મારઝુડ નહી કરવા માટે લાંચ માંગી હતી.આ અંગે એસીબી દ્રારા જરુરી કાર્યવાહી કરવામા આવી રહી છે.

મળતી વિગતો અનુસાર આ કામે ફરીયાદીના મિત્ર ઉપર એક માસ પહેલા ઇગ્લીશ દારૂનો કેસ થયેલ હતો. જે કેસમાં અટક કરવાના બાકી હોય, આથી તપાસ કરનાર હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ હરજીભાઇ ડામોર, વર્ગ-૩, હેડ કોન્સ્ટેબલ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન. નાએ ફરીયાદીના મિત્ર ને ગોધરા કોર્ટમાં રૂબરૂ મળી ગુનાના કામે અટક કરી રીમાન્ડ નહી લઇ તેમજ મારઝુડ નહી કરવા માટે અન્ય આરોપી રાજેશકુમાર રંગજીભાઇ તાવીયાડ, અનાર્મ લોકરક્ષક, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન
હાલ રહે.સાંપા રોડ, સતકેવલ મંદિર પાછળ, ગોધરા, મુળ રહે.મુ.નરસીંગપુર, તા.સંતરામપુર, જી.મહીસાગર સાથે વાતચીત કરી વ્યવહાર નકકી કરી ફરીયાદી સાથે વ્યવહારના રૂપીયા મોકલી આપ્યા બાદ અટક કરી તેવું જણાવી આરોપી નંબર-ર મારફતે પ્રથમ રૂા.૧૫૦૦૦અને અટક થતી વખતે રૂા.ર૦૦૦ ની લાંચની માંગણી કરેલ. જેથી ફરીયાદી એસીબીમાં ફરીયાદ કરવાનુ નક્કી કર્યુ હતુ આથી
આર.એન.દવે, પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફેલાંચનું છટકું ગોઠવતા આરોપી રાજેશ તાવીયાડનાએ લાંચની રકમ રૂા.૧૫૦૦૦ એસ ટી ડેપોમાં સ્વીકારી એસીબી હાથે પકડાઇ ગયો હતો.અન્ય પોલીસકર્મી દિનેશ ડામોર નાસી ગયો હતો .આથી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા બાબતે એસીબીએ લાંચની રકમ ૧૫૦૦૦ રીકવર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સુરતનાં ખટોદરા વિસ્તારમાંથી પસાર થતાં બી.આર.ટી.એસ.ના રૂટ ઉપર એક બસની અડફેટે રાહદારી યુવક ચઢી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રેક્ટર ચાલક પિતા એ બ્રેક મારતા ઉછળી પુત્રી નીચે પટકાતા મોત…

ProudOfGujarat

ભરૂચ શહેરમાં પેસેન્જર રીક્ષાઓમાં હાથ ચાલાકી કરી પેસેન્જરોનાં પૈસા, દાગીના, મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સીફફતાઈ પૂર્વક તફડંચી કરતી પોપટ ગેંગને એ.ડિવીઝન પોલીસે કબ્જે કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!