ગોધરા, રાજુ સોલંકી
વહેમની કોઇ દવા નથી એ કહેવતને સાર્થક કરતો કિસ્સો પંચમહાલ જીલ્લામાં પ્રકાશમાં આવ્યો છે.
ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે પતિએ પોતાની પત્નીના પરપુરુષ સાથે આડા સંબધોના વહેમના આધારે થતા ઝગડાને કારણે ત્રાસીને પત્નિ પીયર ચાલી જતા તેનો રોષ પતિએ બે વર્ષના પોતાના માસુમ બે વર્ષના બાળક પર ઠાલવ્યો અને તેની હત્યા કરી નાખી ત્યારબાદ પોતે કુવાંમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.પોલીસે આ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
મળતીવિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ ગામે રહેતા મુકેશ બારિયા તેની પત્નિ એક પુત્ર, એક પુત્રી સાથે રહેતા.મૂકેશ તેની પત્ની નર્મદાના અન્ય કોઈ પુરુષ સાથે આડા સંબધો હોવાની શંકા જતી હતી.જેને લઈને જ પતિ-પત્ની વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.મુકેશને પોતાની પત્ની નર્મદા સાથે મોટો ઝગડો થયો હતો. જેત્યારબાદ નર્મદાના પિતા દિકરીને તેના પિયરે તેડી ગયા હતા. જેનો ગુસ્સો મૂકેશે પોતાના જ ૨ વર્ષના પુત્ર ધ્રુવ પર ઊતારીને તેનુ ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ મહેશ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવની જાણ મહેશના માતા-પિતાને થતા ગોધરા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ મુકેશને શોધવા તપાસ કરી રહી હતી, તે જ વખતે પોલીસને ગામમાં ખેતરમાં આવેલા એક કુવામાંથી પુરુષની લાશ મળી હોવાની જાણ થઇ હતી. પોલીસ દ્વારા આ લાશને કુવામાંથી બહાર કાઢી તેની ઓળખ કરવામાં આવતા તે લાશ હત્યારા પિતા મુકેશ બારિયાની હોવાનું બહાર આવ્યું હતું . આમ, પોતાની પત્નિના અન્ય પુરુષ સાથે આડા સંબંધની આશંકાએ મહેશે પ્રથમ પોતાના ૨ વર્ષીય પુત્ર ધ્રુવની હત્યા કરી નાખી હતી અને બાદ પોતે પણ નજીકમાં આવેલા કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.એકી સાથે પરિવારના બે સભ્યોના મોતને પગલે ખોબલા જેવા ગામમા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે આ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.