Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા-દાહોદ હાઈવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ચારના મોત

Share

રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થતો જાય છે. એવામાં આજે ગોધરા- દાહોદ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં અમદાવાદથી ઇન્દોર જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં ખામી સર્જાતા હાઇવે પર જ પાર્ક કરી તેને ઉકેલવાની કામગીરી કરવામાં આવી રહી હતી, આ દરમિયાન ઉભેલી બસને પાછળથી અન્ય ખાનગી બસે જોરદાર ટક્કર મારી હતી.

ગોધરા-દાહોદ હાઇવે ઉપર સવારે એક બસએ અન્ય બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસના અકસ્માત થતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતની ઘટનાના પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર મામલાને લઈ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ ટક્કર એટલી ભયાનક હતી કે બસ ચાલકનો સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ હાઈવે પરથી રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ત્યાર બાદ બસે પલ્ટી મારી હતી. આ ઘટનામાં ચાર મુસાફરોના મોત થયા જ્યારે અન્ય મુસાફરો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બસના આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું.


Share

Related posts

જંબુસરના પીલુદ્રા ગામે બોરના લાલ પાણીને લઇ ધરતીપુત્રો ચિંતિત, વર્ષો જૂની સમસ્યાનો નિકાલ નહીં આવતાં ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

ભરૂચમાં દુકાનોનાં શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી “એ” ડીવીઝન.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા પોલીસ સામે એક યુવકનું કસ્ટોડિયન ડેથ થયું હોવાનું બહાર આવવા પામ્યું જેને પગલે પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!