36 મી નેશનલ ગેમ્સમાં હજારો રમતવીરો ભાગ લઈ રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ રમતવીરો આ સ્પર્ધામાં સામેલ થવા જઈ રહ્યા છે રાજ્યમાં પહેલીવાર નેશનલ ગેમ્સ યોજાઇ રહી છે જેમાં અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 930 જેટલા વિદ્યાર્થીઓ આજરોજ અમદાવાદ ખાતે યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં ગોધરા ખાતેથી 18 જેટલી બસ મારફતે રવાના થયા હતા. જેમાં કોલેજના સ્ટાફ સહિતના લોકો રવાના થયા હતા. જેમાં પંચમહાલ જિલ્લામાં ફાળવેલ 150 બસમાંથી ગોધરા શહેરમાં 34 અને ગ્રામ્ય લેવલમાં 15 જેટલી બસો મળી કુલ 49 બસમાં જે સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ છે તેવા તમામ વિદ્યાર્થીઓને ગોધરા ખાતેથી કીટ સહિત પાણીની વ્યવસ્થા સાથે અમદાવાદ ખાતે યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે મોકલી આપવામાં આવ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન પ્રસંગે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૯૩૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.
Advertisement