Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : મોદીના કાર્યક્રમમા કેટલીક બસ ફાળવતા ખાનગી વાહનચાલકોને ઠાસોઠાસ ભરીને દોડાવ્યા

Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં જનમેદની ભેગી કરવા પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લામાંથી 240 બસો મૂકવામાં આવી હતી ગોધરા ડેપોમાંથી 25 બસો મૂકવામાં આવી હતી આના કારણે અપ ડાઉન કરતા નોકરિયાત વર્ગ અને મુસાફરો ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો બસ સ્ટેશન પર નિયત સમયે તો આવી ગયા પણ બસ તેમના નિયત સમયે આવી ન હતી કારણ કે કેટલીક ફાળવેલી બસો અમદાવાદ ખાતે કાર્યક્રમમાં જતી રહી હતી. બસોને કાર્યક્રમમાં ફાળવી દેવાના કારણે ખાસ કરીને ખાનગી વાહનો ચાલકો ભારે ગેલમાં આવી ગયા હતા અને કેટલાક વાહન ચાલકોએ મન ફાવે તેમ ભાડું વસૂલીને ઉઘાડી લૂંટ ચલાવી હતી અને પોતાના ખાનગી વાહનોમાં મુસાફરોને ઠસોઠસ ભરીને વહન કરતાં પણ જોવા મળ્યા હતા. ખાસ કરીને શહેરા ગોધરા રોડ દાહોદ રોડ સિવિલ લાયન્સ રોડ ઉપરના ખાનગી વાહનો ચાલકોએ ઘેટા બકરાની જેમ વાહનોમાં મુસાફરોને ભર્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો પણ તેમની સામે મુખ પ્રેક્ષક બની રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

મહેમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં ઈસમ પાસેથી ટિકિટ ચેકરે ટિકિટ માંગતા બોલાચાલી.

ProudOfGujarat

અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ ઝડપાયું, 2.26 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું.

ProudOfGujarat

પોલીસ કોન્સટેબલ બન્યો બુટલેગર: કોરોનાકાળમાં દમણથી દારૂની ટ્રીપ મારતા ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!