વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે અને આ બંને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં અમદાવાદના નેશનલ ગેમ્સનો સાથે વંદે ભારત અને મેટ્રો રેલવેના પ્રારંભ કરાવશે ત્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી 240 બસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે જનમેદની એકઠી કરવા માટે ફાળવવામાં આવતા મુસાફરોને સહિત નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવી પડી હતી ત્યારે શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલ ખોખરી ગામે રહેતા શ્રમજીવી પરિવારના સાતથી વધારે લોકો મજૂરી અર્થે જામનગર ખાતે જવા માટે બસનું રિઝર્વેશન કરાયું હતું જેથી તેઓ રાત્રિના દસ વાગ્યે ગોધરા બસ સ્ટેન્ડ ઉપરથી જામનગરની બસ ઉપાડવાની હતી પરંતુ રાત્રિના દસ વાગ્યા સુધી જામનગરની બસ ન આવવાથી શ્રમજીવી પરિવાર આખી રાત ભૂખ્યા તરસ્યા ગોધરા બસ સ્ટેશન ઉપર બેસી રહેવાનો વારો આવ્યો હતો.
ત્યારે શ્રમજીવી પરિવારે જણાવ્યું કે અમે રાત્રિના દસ વાગ્યાથી ગોધરા બસ સ્ટેન્ડ ઉપર આવી બેઠા છે અમે જ્યારે કંટ્રોલ પોઈન્ટ ઉપર જઈ ફરજ પરના કર્મચારીને પૂછે છે કે જામનગરની બસ ક્યારે આવશે તો ફરજ પરના કર્મચારી રાતના એક જ જવાબ આપી રહ્યા છે કે બસ અડધો કલાકમાં આવી જશે આજે અડધા કલાકનો 12 કલાક વીતી ગયા તે છતાં પણ જામનગરની બસ ન આવવાથી શ્રમજીવી પરિવાર ગોધરા બસ સ્ટેશનમાં અટવાયું હતું. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફાળવવામાં આવેલ ગોધરા ડેપોની 25 બસોના કારણે મુસાફરોને તકલીફ ન પડે તે માટે એક્સપ્રેસના રૂટની બસોને ડાયવર્ટ કરી લોકલ શિડ્યુલમાં ફેરવવામાં આવશે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરને તકલીફ ન પડે.
પંચમહાલ રાજુ સોલંકી