એન.એસ.એસ માં દર વર્ષે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નેશનલ કક્ષાના એન.આઈ.સી કેમ્પનું આયોજન થતું હોય છે આ કેમ્પનો મુખ્ય ધ્યેય એક રાજ્ય ના વિદ્યાર્થીઓ બીજા રાજ્યના વિદ્યાર્થીઓને ઓળખે તેમજ તેની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરે તેવો હોય છે રીજનલ ડાયરેક્ટર એન.એસ.એસ ગુજરાત દ્વારા એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે તારીખ 27 જૂનથી ત્રીજી જુલાઈ સુધી એન.આઈ.સી નેશનલ કેમ્પનું આયોજન થયેલ છે જેમાં ગુજરાતભરની વિવિધ યુનિવર્સિટીના પસંદગી પામેલા વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા રાજ્યના એન.એસ.એસ.ના પસંદગી પામેલા કુલ ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પણ ભાગ લેવા આવવાના છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના ૧૪ જેટલા વિદ્યાર્થીઓ આ મેગા ઇવેન્ટમાં ભાગ લેવા જનાર છે ત્યારે પસંદગી સમિતિ દ્વારા શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા, એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ, લો કોલેજ ગોધરા, પંચશીલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ તેમજ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર ના વિદ્યાર્થીઓ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તરફથી નેશનલ કક્ષાના કેમ્પમાં ભાગ લેશે. યુનિવર્સિટી તરફથી પસંદગી સમિતિમાં કાલોલ કોલેજના મયંકભાઇ શાહ, ગોધરાની વિવિધ કોલેજના અધ્યાપકો ડો. રૂપેશ નાકર, ડો. અરુણ સિંહ સોલંકી અને ડો. સતીષ નાગરે સેવા આપી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના એનએસએસ કોડિનેટર ડો નરસિંહભાઇ પટેલ, મીડિયા કન્વીનર ડો. અજય સોની, કુલ સચિવ ડો.અનિલ સોલંકી અને કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ એ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી