ગોધરા શહેરમાં પોતાની માંગણીઓ અને હક્કો માટે છેલ્લા પાંચ દિવસથી હડતાળ ઉપર બેઠેલા કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સહિત પેન્શનરો પોતાની સાચી માંગણીઓ સંતોષવાની જગ્યાએ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને લેખિત પત્ર લખીને પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સફાઈ એજન્સી મારફતે સફાઈ કામગીરી હાથ ધરવાનો નિર્ણય કેટલો યોગ્ય એ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે ગોધરા શહેરના કેટલાક જાગૃત નાગરિકો અને 20 થી 25 વર્ષથી ફરજ બજાવતા સફાઈ કામદારો એ જણાવ્યું હતું કે અમે ગોધરા શહેરમાં વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારો પોતાના હક્કો માટે અવારનવાર હડતાળનું શસ્ત્ર ઉગમી હડતાળ ઉપર ઉતરે છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા સમજૂતી કરી લેખિત કરાર કરી હડતાળને સમેટી લેવાની કોશિશ પાર પાડે છે પરંતું હર વખતે ખોટા વાયદો આપી અમારી માંગણીઓ પૂરી ન કરવામાં આવતા અમે આ વખતે મક્કમ મનોબળ અને હિંમત રાખી અમારી હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે ત્યારે પાલિકા દ્વારા કલેકટર અને પોલીસ અધિક્ષકને પત્ર લખીને ખાનગી એજન્સીઓ મારફતે સફાઈ કામ કરવાનો અણધાર્યો નિર્ણયથી સફાઈ કામદારોમાં છૂપો ગણગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી પોતાના સાચા હક્કો અને માંગણીઓ માટે જેવી કે 36 સફાઈ કામદારોને કાયમી ધોરણે કાયમ કરવા, ઈપીએફ ના નાણા, રેગ્યુલર પગાર પેન્શન, 70 સફાઈ કામદારો ફુલ પગાર, સફાઈ કામદારોનો ગણવેશ, સેફટી સાધનો વગેરે જેવી અનેક માંગણીઓ અંગે અવારનવાર સામાજિક કાર્યકર અથવા ટ્રેડ યુનિયન મારફતે રજુઆત કરવામાં આવે છે પરંતુ માગણીઓ અને હક્કો આપવાની જગ્યાએ પાલિકા તંત્ર છટકબારી લેવા પ્રયાસ કરે છે ત્યારે આજરોજ પાલિકા તંત્રનો એકદમ ખાનગી એજન્સીઓ બોલાવી સફાઈ કામગીરી કરવાનો અણધાર્યો નિર્ણય સફાઈ કામદારો હક્કો અને માગણીઓ બાબતે ઘણું બધું કહી જાય છે ત્યારે પાંચ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતારેલ સફાઈ કામદારો ની માગણી સંતોષવામાં આવે છે કે પછી પાલિકા તંત્ર સફાઈ કામદારો સામે લડી લેવાના મૂડમાં છે???
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : પાલિકાતંત્ર આજે ખાનગી એજન્સી સાથે રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે સાફસફાઈ કરાવશે.
Advertisement