Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા પાલિકાના કર્મીઓ પોતાની માંગણીઓ સામે અડગ ત્યારે જાણો પાલિકાએ શુ કહ્યુ.

Share

ગોધરા નગરપાલિકા દ્વારા ગતરોજ સફાઈકર્મીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈને હડતાળ પાડવામા આવી હતી. જેને લઈને સફાઈકામદારોનો નોટીસ આપવામા આવી છે. જેને લઈને કામદારોમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર સફાઇ કામદારો સહિત પેન્શનરો પણ પોતાની માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતરી આવેલા સફાઈ કામદારો છેલ્લા કેટલાક સમયથી ભરતી પી.એફ ના નાણા પેન્શન રેગ્યુલર પગાર જે છેલ્લા ચાર માસથી ચૂકવવામાં ન આવતા કામદારોની હાલત કફોડી બની છે અને પગાર સહિતની વિવિધ માગણીઓની બાબતે ગોધરા નગરપાલિકાના કાયમી અને રોજમદાર સફાઇ કામદારો પોતાની વેદનાઓ દર્શાવી હતી કે ગોધરા પાલિકા દ્વારા 106 ની ભરતીમાથી 70 જણને કાયમી સફાઈ કામદારના ઓર્ડર આપ્યા હતા જયારે 36 જેટલા સફાઈ કામદારો હાલ પણ ઓર્ડર આપવામાં આવ્યા નથી જેના કારણે તેઓ પોતાના હક માટે વલખાં મારી રહ્યા છે.

હાલમા તેમના સફાઈ કામદારોને નોટીસ આપવામા આવતા કામદારોનુ જણાવુ છે કે અમે અમારી હડતાલ બાબતે જવાબદારતંત્રને જાણ કરી છે.તેની ઓસી પણ અમારી પાસે છે. અમે અમારો હક માંગવા બેઠા છે.અમે અમારી રજુઆતોનો જવાબ જોઈએ.અમને ચાર મહીનાથી પગાર આપવામા આવ્યો નથી તેવું સફાઈ કામદારો ના લીડર કમલેશભાઈ ચૌહાણ એ જણાવ્યું હતું. જ્યારે કાયમી સફાઈ કામદારોને નોટીસ આપ્યા બાબતે ગોધરા નગરપાલિકાના સિનિયર સેનેટરી ઈન્સ્પેક્ટર મુકેશભાઈ પટેલ એ પુછતા તેઓએ જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર સફાઇ કામદારો એ ગોધરાના ચીફ ઓફિસર અને ગોધરા નગરપાલિકાના પ્રમુખને મળ્યા વગર સીધા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હડતાળ ઉપર ઉતરી આવ્યા હતા. આ ઉપરાંત કાયમી અને રોજમદાર સફાઇ કામદારો છેલ્લા ચાર માસથી પગારથી વંચિત છે તે વાત તદ્દન ખોટી છે જયારે હકીકત માં એપ્રિલ અને મે મહિનાનો જ પગાર બાકી છે જ્યારે ઈપીએફ બાબતે નગરપાલિકા દ્વારા બબ્બે વખત સફાઈ કામદારોને નોટિસ આપી કેવાયસી કરવાની સૂચના આપવામાં આવી હતી જેમાંથી હજુ પણ ચાર જેટલા સફાઈ કામદારો એ કેવાયસી કર્યા નથી જેના કારણે ઈપીએફ નાણા જમા થઈ શકતા નથી.

12/24 ના લાભ બાબતે જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા માં એક પણ સફાઈ કામદારો 12/24 ના લાભથી વંચિત રહ્યા નથી અને જે કાયમી સફાઈ કામદારો છે એ લોકોને એકદમ ગેરકાયદેસર હડતાળ ઉપર ઉતરી આવ્યા છે જેને લઈ 68 સફાઈ કામદારો ને નોટીસ આપી તેમની ફરજ ઉપર તાત્કાલિક હાજર રહેવા જણાવ્યું હતું ગોધરા નગરપાલિકામાં જે 70 સફાઈ કામદારો ને કાયમી કરવામાં આવ્યા છે એમની ફિંગર પ્રિન્ટ લેવાની બાકી છે પરંતુ સર્વિસ બુક ભરાઈ ગઈ છે અને જે તે સમયે ચીફ ઓફિસર ની સહી પણ લીધેલ છે જે સફાઈ કામદારો ના પાંચ વર્ષ પૂર્ણ થયા તે સફાઈ કામદારો ને કાયમી ના હુકમ પણ આપ્યા છે. અને તેમની સર્વિસ બુક માં જે તે સમયે કાયમી ના હુકમ આપ્યા હતા અને તેઓની સહી પણ લેવામાં આવી હતી અને ખાતાના વડા તરીકે સિનિયર સેનેટરી ઇન્સપેક્ટર તરીકે મારી પણ સહી છે. જ્યારે રોજમદાર સફાઇ કામદારો વિશે તેઓએ જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા ચાર ઝોનમાં વિભાજિત કરવામા આવ્યા છે અને દરેક ઝોનમાં બાયોમેટ્રિક સિસ્ટમ ફિશ થી હાજરી પૂરવામાં આવે છે અને જે લોકો સવારે હાજરી ભરાવે છે અને બપોરે હાજરી ભરાવતા નથી માટે જેટલી હાજરી બાયોમેટ્રિક સિસ્ટમ ફિશ આવે એટલો જ પગાર બનાવ્યા માટે સફાઈ કામદારો એટલો જ પગાર આવે છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચ : આ ગામડાઓને જોડતો માર્ગ એટલો બિસ્માર બન્યો છે કે મહેમાન એકવાર મુલાકાત લે તો વર્ષો સુધી જતા પણ વિચારે..!! જાણો કયાં ગામડાને જોડતા માર્ગની આવી દશા. !!!

ProudOfGujarat

રૂપાણી સરકાર માસ્કના દંડ મુદ્દે લેશે મોટો નિર્ણય : સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત.

ProudOfGujarat

નડિયાદ : સવા બે લાખની છેતરપિંડી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!