કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સાંસદ રાહુલ ગાંધીને કેન્દ્રની ભાજપ સરકારના ઇશારે એંક્રોસ્મેન્ટ ડિરેક્ટરોરેટ દ્વારા પાયા વિહોણા અને ખોટી રીતે ઊભા કરેલા નેશનલ હેરાલ્ડ કેશ માં કોઈપણ પુરાવા કે હકીકતો ના આધાર વિના વ્યક્તિગત ઈ.ડી નો દ્વેષ અને કિન્નાખોરી માટે જે દૂર ઉપયોગ થઈ રહેલ છે જે ભારત જેવા લોકતંત્ર દેશ માટે દુઃખદ અને ચિંતાનો વિષય હોય તેમજ દિલ્હી સ્થિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષના મુખ્ય મથકમાં અનધિકૃત પ્રવેશ કરી કોંગ્રેસના ચુંટાયેલા લોકપ્રતિનિધિ, પદાધિકારીઓ, ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયાના મિત્રો સાથે જે વર્તન થયેલ છે એ અશોભનીય તથા આઘાતજનક અને ચિંતા પ્રેરિત છે જેના કારણે આજરોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ દ્વારા મૌન ધરણા યોજી દેશના રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર વહીવટી તંત્રના માધ્યમથી સુપ્રત કરી કેન્દ્રની દ્વેષભાવ પૂર્ણ નીતિ-રીતિનો સખ્ત વિરોધ દર્શાવવામાં આવેલ હતો.
ગોધરા ખાતે સર્કીટ હાઉસ પાસે આવેલ બાબા આંબેડકરની પ્રતિમા પાસે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભટ્ટીના નેતૃત્વમાં મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયેલ અને ત્યાર પછી રેલી સ્વરૂપે જિલ્લા વહીવટીતંત્રને આ પ્રશ્ને રજૂઆત કરતું આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમાં સમગ્ર પંચમહાલ જિલ્લા કોંગ્રેસ, તાલુકા-શહેર કોંગ્રેસ વિવિધ સેલ સંગઠનના પદાધિકારીઓ, હોદ્દેદારો, ફ્રંટલ ઓર્ગેનાઈઝેશનના અગ્રણીઓએ જોડાઈ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં કેન્દ્ર અને ઈ.ડી નો ભારે વિરોધ નોંધાવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી