શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં સમાવેશ થતી 200 ઉપરાંત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજરોજ બીએ સેમેસ્ટર 6 ની પુરક પરીક્ષામાં 3000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક કે બે વિષયમાં નાપાસ થતાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી કુલપતિને રજુઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.
હાલમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી દ્વારા સમાવેશ થતી 200 ઉપરાંત કોલેજમાં એપ્રિલ મહિનામાં બીએ સેમેસ્ટર 6 ની પુરક પરીક્ષામાં યોજવામાં આવી હતી જેમાં 3000 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક કે બે વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હતા જેના કારણે આજરોજ વિવિધ કોલેજમાથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી કુલપતિને રજુઆત કરી હતી કે અમે આગલા વર્ષોમાં સેમેસ્ટર એકથી પાંચ સુધી એક પણ વિષયમાં નાપાસ થયા નથી અને હાલમાં લેવાયેલ પરીક્ષા માં 3000 કરતા વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એક કે બે વિષયમાં નાપાસ થયા છે અને અમારું વર્ષ ના બગડે તે માટે આમરી એક કે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની બીએ સેમેસ્ટર 6 ની પુરક પરીક્ષામાં વહેલી તકે લેવામાં આવે તે માટે રજુઆત કરી આવેદનપત્ર કુલપતિને પાઠવ્યું હતું.
પંચમહાલ રાજુ સોલંકી