જીલ્લાના ગોધરા ખાતે આજે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પંચામૃત ડેરી ખાતે ઉભા કરવામા આવેલા ઓક્સિજન પ્લાન્ટ અને પીડીસી બેંકના નવીન ભવનનુ પણ લોકાપર્ણ કરવામા આવ્યુ હતુ. કાર્યક્ર્મ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિયમંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા સહીત સહકારી ક્ષેત્રના અગ્રણી નેતાઓ સહીત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પશુપાલન વિભાગના બજેટમાં રૂ. ૨ હજાર કરોડની વધારીને રૂ. ૭ હજાર કરોડ કર્યું છે. તેની સાથે દેશની ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે રાષ્ટ્રીય ગોકુલમ મિશન ઉપરાંત ઘાચચારા સંયંત્રયણ વિકાસ માટે ૨૫ ટકાની ક્રેડિટ આપવાનો નિર્ણય લીધો છે. અમિત શાહે કહ્યું કે, આગામી સમયમાં દેશમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ આવશે. સહકારી પ્રવૃત્તિમાં અનેક નવા ક્ષેત્રો જોડવા માટે કેન્દ્ર દ્વારા ડેટા બેંક ઉભી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પ્રાયમરી એગ્રીકલ્ચર કોઓપરેટિવ સોસાયટી (પેક્સ)ની સંખ્યા ત્રણ ગણી કરવા કાયદાકીય સુધારા પણ વિચારણા હેઠળ છે. દેશને ગૌરવ થાય એવી સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં થઇ રહી છે, એમ જણાવતા શાહે કહ્યું કે, વિદેશના મહાનુભવોને અમે એક કહીએ કે ગુજરાતની અમૂલ ડેરી દ્વારા રૂ. ૬૦ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર થાય છે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ માત્ર સહકારના માધ્યમથી જ શક્ય બન્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક અપનાવવાનું આહ્વાન કરતા શ્રી શાહે કહ્યું કે, રાસાયણિક ખાતરોથી જળ, જમીન અને આરોગ્યને નુકસાન થાય છે. તેથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ દિશામાં એક કદમ આગળ વધતા અમૂલ ડેરીએ ઓર્ગેનિક ઘઉંનો લોટ બજારમાં મૂક્યો છે. તે અન્ય ઉત્પાદનો પણ વેચાણમાં લાવશે. સાથે, અમૂલ ડેરી દ્વારા એક સો જિલ્લામાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોને પ્રમાણિત કરવા લેબોરેટરીની સ્થાપના કરાશે, અંતમાં ડેરીના એમ.ડી. મિતેશભાઈ મહેતાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજય મંત્રી કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ રતનસિંહ રાઠોડ, જસવંતસિંહ ભાભોર, ધારાસભ્યો, સહકારી આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, કલેકટર સુજલ મયાત્રા સહિત ડેરીના હોદેદારો, વિવિધ ડેરી સંઘોના ચેરમેન તેમજ પશુપાલકો અને સભાસદો વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા – પંચામૃત ડેરી ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને પીડીસી બેંકના નવીન ભવનનુ પણ લોકાપર્ણ કરતા ગૃહમંત્રી અમિતભાઈ શાહ.
Advertisement