Proud of Gujarat
INDIAFeaturedGujarat

લાયન્સ ક્લબના ગોધરાના સભ્ય હોતચંદ ધમવાની બાબુજી 140 મી વાર રકતદાન કરશે.

Share

ગોધરાની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાંઇબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ, ભાજપ મહિલા મોરચો, વન્ડર વૂમન ક્લબ, સોની યુવા ગ્રુપ, વી ક્લબ ઓફ સનશાઈન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગોધરાના યોગા ટીચર ભક્તિબેન પ્રજયકુમાર સોનીના માતા ચંદ્રિકાબેન રજનીકાંત સોની ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા એક રક્તદાન કેમ્પનું આયોજન ગંગોત્રીનગર સોસાયટીના કોમન પ્લોટમાં બામરોલી રોડ ગોધરા ખાતે કર્યું છે. જેમા સર્વે રક્તદાતાઓને લાભ લેવા અપીલ કરી છે. શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રક્તદાન એ જ મહાદાન અને સમાજસેવા સાર્થક કરવા માટે આ પરિવારના અંદાજે ૧૦ થી ૧૫ સભ્યો રક્તદાન કરનાર છે. રકતદાન કેમ્પમાં રાજ્યના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, ધારાસભ્ય સી .કે. રાઉલજી, નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોની, વિવિધ સમાજના આગેવાનોની હાજરીમાં સિંધી સમાજના અગ્રણી તથા લાયન્સ ક્લબના ગોધરાના સભ્ય હોતચંદ ધમવાની બાબુજી 140 મી વાર રકતદાન કરનાર છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

સુરત-ઓલપાડના પરા વિસ્તારમાં બે લોકોએ અંગત અદાવતમાં એક વ્યકિત ઉપર કર્યુ પાંચ રાઉન્ડ ફાયરીંગ,,!!

ProudOfGujarat

પંચમહાલ : હાલોલનાં ગોકળપુરા ગામે કોવિડમાં અવસાન પામેલાના પરિવારજનોની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત.

ProudOfGujarat

નડિયાદમાં આશા બહેનોએ અનિયમિત પગારના કારણે જિલ્લા કલેકટર સમક્ષ કરી રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!